સોનાક્ષીની એક્ટિંગ જોઈ લાગણીશીલ બન્યાં શત્રુઘ્ન
મુંબઈ, 10 જુલાઈ : ગત શુક્રવારે રૂપેરી પડદે રિલીઝ થયેલી લુટેરા ફિલ્મને એક તરફ ટીકાકારો તરફથી જોરદાર વખાણ મળ્યાં છે, તો બીજી બાજુ સોનાક્ષીની એક્ટિંગ જોઈ પિતા શત્રુઘ્ન સિન્હા બહુ લાગણીશીલ બની ગયાં. તેમની આંખોથી છળકતા આંસુ તેમની ખુશી વ્યક્ત કરી રહ્યા હતાં. એક પિતા તરીકે તેમને સોનાક્ષીની એક્ટિંગ ઉપર ગર્વ થઈ રહ્યુ હું. શત્રુઘ્ને સોનાક્ષીના મન મૂકીને વખાણ કર્યાં અને જણાવ્યું - હવે હું પણ તેને કંઇ પણ કહેતા પહેલા સો વાર વિચારીશ. તેની એક્ટિંગ બેજોડ છે.
નોંધનીય છે કે ફિલ્મના પ્રમોશન દરમિયાન સોનાક્ષીએ પણ જણાવ્યુ હતું કે તેમના પિતા આતુરાતપૂર્વક લુટેરા ફિલ્મની રિલીઝનો ઇંતેજાર કરી રહ્યાં છે. સોનાક્ષીએ જણાવ્યુ હતં કે લુટેરાનું પ્રમો સૌપ્રથમ ઇંટરનેટ ઉપર લૉન્ચ થયું. પપ્પાએ પોતાના એક મિત્રને ફોન કરી ટ્રેલર ડાઉનલૉડ કરાવ્યું. ટ્રેલર જોઈ તેઓ બહુ ખુશ હતાં.
દરમિયાન સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહ અભિનીત લુટેરા ફિલ્મની ટીકાકારો પણ પ્રશંસા કરી રહ્યાં છે. જોકે ફિલ્મે બૉક્સ ઑફિસે ધડાકાભેર શરુઆત તો નથી કરી, છતાં સરેરાશ બિઝનેસના આંકડાને પાર કરી લીધો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
