શહેનાઝ ગિલ બૉલિવુડ ડેબ્યુ પહેલા જ બની ચૂકી છે કરોડોની માલિક, વસૂલે છે આટલી ફી, અહીં જાણો તેની કુલ સંપત્તિ
Shehnaaz Gill Net Worth: રિયાલિટી શો બિગ બૉસ 13નો ભાગ રહી ચૂકેલી જાણીતી અભિનેત્રી શહનાઝ ગિલે ભલે હજુ સુધી અભિનય ક્ષેત્રે પગ મૂક્યો નથી પરંતુ તેમ છતાં તે તેની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.
શહનાઝ ગિલ પંજાબની કેટરીના કૈફ તરીકે ઓળખાય છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આવો જાણીએ શહનાઝ પાસે કેટલી સંપત્તિ છે.

તેના ચાહકો હંમેશા અભિનેત્રીની તસવીરની ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. શહેનાઝ ગિલની નેટવર્થની વાત કરીએ તો અભિનેત્રીની કુલ સંપત્તિ 30 કરોડથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી કોઈપણ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
આટલું જ નહીં, કોઈપણ બ્રાન્ડ પ્રમોશન માટે અભિનેત્રી 10 લાખ ચાર્જ કરે છે. અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ દ્વારા પણ ઘણી કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે શહનાઝ ગિલ ફોટો કે વીડિયો પોસ્ટ કરવા માટે દસ લાખ રૂપિયા સુધી ચાર્જ લે છે.
આમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ શહેનાઝ ઘણી કમાણી કરે છે. આ સિવાય શહનાઝ ગિલને લક્ઝરી વાહનોનો પણ ખૂબ શોખ છે. તેના કાર કલેક્શનની વાત કરીએ તો તેમાં જગુઆર એક્સ ઝેડ, રેન્જ રોવરની સાથે મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ જેવી કારનો સમાવેશ થાય છે.
શહેનાઝ ગિલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બૉલિવુડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતુ જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. હાલમાં ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
