#Boycott રઇસ: શિયા મુસ્લીમોએ શાહરૂખને આપી ચેતવણી!
પાકિસ્તની કલાકારની કોન્ટ્રોવર્સિ બાદ શાહરૂખની ફિલ્મ 'રઇસ' ફરી મુસીબતમાં છે. શિયા મુસ્લિમોએ આ ફિલ્મના એક સિન પર આપત્તિ ઉઠાવતા કીધું છે કે, જો ફિલ્મમાંથી આ સિન કાઢવામાં નહીં આવે તો ફિલ્મ થશે Boycott!
શાહરૂખ ખાનની ફિલ્મ 'રઇસ'ની રિલિઝમાં એક પછી એક બાધાઓ સામે આવી રહી છે. 'કાબિલ' સાથે ક્લેશની કોન્ટ્રવોવર્સિ બાદ પાકિસ્તાની કલાકાર માહિરા ખાન અને શાહરૂખની રાજ ઠાકરે સાથેની મીટિંગ ચર્ચાનો મુદ્દો બન્યા હતા. હવે શિયા મુસ્લિમોએ આ ફિલ્મના એક સિન પર આપત્તિ લીધી છે.
અહીં વાંચો - રણવીરે પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

ફિલ્મ રિલિઝ થવાને હવે ઝાઝો સમય બચ્યો નથી. 'કાબિલ'ની રોમેન્ટિક સ્ટોરીને ટક્કર આપવા શાહરૂખ આ ફિલ્મમાં પણ એક રોમેન્ટિક સોન્ગ ઉમેરવા જઇ રહ્યો છે, જેનું શૂટિંગ શરૂ થવામાં છે, એવામાં આ વળી નવી ઉપાધિ! આ ફિલ્મના એક સિન પર શિયા મુસ્લિમોએ આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું છે કે, જો ફિલ્મમાંથી આ સિન કાઢવામાં નહીં આવે તો તેઓ આ ફિલ્મો બહિષ્કાર કરશે.
અહીં જુઓ - ઉર્વશીનું સુપર હોટ સોન્ગ 'હસીનોં કા દીવાના....'












Click it and Unblock the Notifications
