શિલ્પા શેટ્ટીના ઘરે આવી દીકરી, ફોટો શેર કરી આપી માહિતી, ફરાહ બોલી- થેંક ગોડ
અભિનેત્રી શિલ્પા શેટ્ટી બીજી વાર મા બની છે. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કરીને પોતાની દીકરીના જન્મની માહિતી આપી છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટી બીજી વાર મા બની છે. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કરીને પોતાની દીકરીના જન્મની માહિતી આપી છે. શિલ્પા અને રાજ કુંદ્રાને એક મોટો દીકરો વિવાન છે. શિલ્પાની દીકરીનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો છે. જેના વિશે તેમણે હવે માહિતી આપી છે. દીકરીનુ નામ શિલ્પાએ સમીશા રાખ્યુ છે.

શિલ્પાએ લખી આ વાત
શિલ્પા શેટ્ટીએ ફોટો શેર કર્યો જેમાં તેની દીકરીએ તેની આંગળી પકડી રાખી છે. ફોટો સાથે તેણે લખ્યુ, અમારી દુઆઓનો આજે આ ચમત્કાર દ્વારા જવાબ મળ્યો છે. અમે દિલથી ઈશ્વરનો આભાર માનીએ છીએ. અમને એ જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે અમારા ઘરમાં એક નાનકડી પરી આવી છે જેનુ નામ સમીશા શેટ્ટી કુંદ્રા છે. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો છે. પોતાની દીકરીના નામ સમીશાનો અર્થ જણાવતા શિલ્પાએ લખ્યુ, ઘરમાં આવી જૂનિયર એસએસકે, સંસ્કૃતમાં ‘સ'નો અર્થ છે મેળવવુ અને મીશાનો રશિયનમાં અર્થ છે ‘એ જે ભગવાન સમાન છે'. તુ આ નામને સાકાર કરે છે - અમારી લક્ષ્મી માતા અને અમારા પરિવારને પૂર્ણ કરે છે.

ફરાહે કેમ લખ્યુ થેંક ગોડ
ફિલ્મ ડાયરેક્ટર ફરાહ ખાને શિલ્પાની પોસ્ટ બાદ લખ્યુ, થેંક ગોડ કારણે હવે હું આને વધુ નહોતી છૂપાવી શકતી. શિલ્પાએ દીકરીના જન્મના 6 દિવસ બાદ આ માહિતી પબ્લિક કરી છે. આના વિશે જ ફરાહે આ વાત કહી. શિલ્પા શેટ્ટીના દીકરી વિવાન કુંદ્રાની ઉંમર 7 વર્ષની છે. રસપ્રદ વાત એ છે કે તેની પ્રેગ્નેન્સી વિશે મીડિયામાં કોઈ સમાચાર નહોતા. એવામાં તેના મા બનવા સમાચાર પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આને ખુશીની સાથે સાથે ચોંકાવનારા સમાચાર ગણાવી રહ્યા છે.

2009માં કર્યા હતા લગ્ન
44 વર્ષની શિલ્પાએ નવેમ્બર 2009માં બિઝનેસેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શિલ્પા ફિલ્મોમાં ઓછી જોવા મળી છે અને પરિવાર સાથે જ સમય પસાર કરી રહી છે. તેનો મોટો દીકરો વિવાન સાત વર્ષનો છે. હવે તે બીજી વાર મા બની છે. ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શિલ્પા તેની ફિટનેસ માટે ફેમસ છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
