For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : કિરણ આગળ કેમ ઝંખવાઈ ગયાં ટૅલેંટેડ કરણ?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 જૂન : આપણાં બૉલીવુડના ટૅલેંટેડ ફિલ્મમેકર કરણ જૌહરની સરખામણી મોટા-મોટા ફિલ્મ નિર્માતાઓ-દિગ્દર્શકો સાથે થતી હોય અને તેમ છતાં તેઓ નવોદિત નિર્માતા કિરણ રાવ સામે કેમ ઝંખવાઈ ગયાં? ના.. ના... આશ્ચર્ય થવા જેવી કોઈ વાત નથી.

હકીકતમાં કરણ જૌહર કિરણ રાવ નિર્મિત તથા આનંદ ગાંધી દિગ્દર્શિત ફિલ્મ શિપ ઑફ થેસસ જોયા બાદ આશ્ચર્યમાં મુકાઈ ગયાં. તેઓ ફિલ્મથી એટલાં બધા પ્રભાવિત થયાં કે તેમણે અહીં સુધી જણાવી દીધું કે એક ફિલ્મ નિર્માતા તરીકે તેમનામાં હજી કેટલા પાછળ છે. તેમનામાં આવી ફિલ્મ બનાવવાની પ્રતિભા કે ઇચ્છાશક્તિ નથી.

છેલ્લે બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું દિગ્દર્શન કરનાર કરણ જૌહર ગઈકાલે શિપ ઑફ થેસસ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન હાજર રહ્યા હતાં. આ પ્રસંગે કિરણ રાવ સાથે આદિત્ય રૉય કપૂર તેમજ કુણાલ રૉય કપૂર, અયાન મુખર્જી તથા પાકિસ્તાની અભિનેત્રી મીરા ઉર્ફે ઇર્તિઝા રુબાબ પણ હાજર રહ્યા હતાં.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

હું ક્યારેય નહિં બનાવી શકું આવી ફિલ્મ

હું ક્યારેય નહિં બનાવી શકું આવી ફિલ્મ

કરણ જૌહરે જણાવ્યું - શિપ ઑફ થેસસ જોયા બાદ લાગે છે કે હું ઘણો પાછળ છું. આ શાનદાર ફિલ્મ છે. હું ક્યારેય ન બનાવી શકું આવી ફિલ્મ અને નથી મારામાં એટલી પ્રતિભા.

આદિત્ય-કુણાલ

આદિત્ય-કુણાલ

બૉલીવુડ ફિલ્મ અભિનેતા કિરણ રાવ યૂટીવી મોશન મિક્ચર્સ સાથે મળી દિગ્દર્શક આનંદ ગાંધીની ફિલ્મ શિપ ઑફ થેસસ રિલીઝ કરનાર છે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં દર્શકો માટે સંદેશ છે અને તે લોકોને ગમશે.

અયાન મુખર્જી

અયાન મુખર્જી

શિપ ઑફ થેસસ ફિલ્મ દેશના પાંચ શહેરો મુંબઈ, પુણે, દિલ્હી, બેંગલોર અને કોલકાતામાં કરાશે. બાકીના શહેરોમાં ફિલ્મની રિલીઝ માટે સિને પ્રેમીઓએ ઑનલાઇન મતદાન કરવું પડશે. જ્યાંથી વધુ મતો મળશે, ત્યાંના દર્શકો માટે ફિલ્મ રિલીઝ કરાશે.

મીરા ઉર્ફે ઇર્તિઝા રુબાબ

મીરા ઉર્ફે ઇર્તિઝા રુબાબ

39 વર્ષીય કિરણે એક વાતચીત દરમિયાન જણાવ્યું - ફિલ્મમાં રસપ્રદ તથા અસરકારક સંદેશ છે. અમે લોકો જે રીતે પોતાનું જીવન જીવીએ છીએ અને કઈ રીતે જીવનને બહેતર બનાવી શકીએ, તે અંગે ફિલ્મનું પોતાનું એક વિચાર છે. તે દરેકને ગમશે.

English summary
Karan Johar is so impressed with director Anand Gandhi's "brilliant" work in "Ship of Theseus" that he feels "inferior" as a filmmaker and says he lacks the "talent and strength" to make such a film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X