For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HNY : શરાબી... ગીતના લૉન્ચિંગમાં થઈ ‘Kiss વર્ષા’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ઑક્ટોબર : હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના દિગ્દર્શક ફરાહ ખાન અને કલાકારોએ ગઈકાલે રાત્રે ફિલ્મનું પ્રમોશનલ ગીત શરાબી... લૉન્ચ કર્યું. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે, સોનૂ સૂદ, બોમન ઈરાની અને વિવાન શાહ આ ઇવેંટમાં હાજર હતાં. એકમાત્ર અભિષેક બચ્ચનની ગેરહાજરી હતી.

શરાબી... ગીત ફિલ્મના અંતે વાગે છે કે જેમાં ફિલ્મના કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ ડાન્સ કરતા દેખાય છે. ગીતનો વીડિયો ગઈકાલે લૉન્ચ થઈ ગયો હતો, પરંતુ થિયેટરમાં બતાવવામાં નહોતો આવ્યો, પરંતુ હવે નવા વીડિયોમાં આ ગીત લૉન્ચ કરાયો છે.

શરાબી... ગીતના કોરિયોગ્રાફર ગણેશ હેગડે છે અને મંજ, નિંદી કૌર તથા વિશાલ શેખરે ગીત ગાયું છે. લાગે છે કે શરાબી... ગીત ખૂબ જ ફન્ની છે. દુર્ભાગ્યે આ ગીત ગાયક સુર્જના આરડીબી મ્યુઝિક ગ્રુપના આરડીબીના કારણે વિવાદમાં ફસાયો હતો. આ ગીત આરડીબી મ્યુઝિક ગ્રુપે 2012માં રિલીઝ કર્યુ હતું. આ ગ્રુપ ત્રણ ભારતીય મૂળના ગાયકો સુર્જ, મંજ અને ક્યુલીનુ બનેલુ હતુ અને તેની સ્થાપના 1997માં થઈ હતી. 2012માં ક્યુલીનું નિધન થતા ગ્રુપ વિખેરાઈ ગયુ હતું. દરમિયાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં આ ગીતનું કમ્પોઝિંગ વિશાલ અને શેખરે કર્યું.

ખેર, શરાબી... ગીત કેવું સાબિત થશે એ તો સમય જ બતાવશે, પણ હાલ તો તમે જુઓ તેના લૉન્ચિંગમાં થયેલ Kiss વરસાદ :

શાહરુખ ઘેરાયા

શાહરુખ ઘેરાયા

ફરાહ ખાન અને દીપિકા પાદુકોણે વચ્ચે શાહરુખ ઘેરાઈ ગયાં. ફરાહ-દીપિકાએ તસમસતુ ચુંબન શાહરુખને ચોળ્યું.

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકા

લાંબા કદની સુંદર અભિનેત્રી દીપિકાને કિસ કરતા તકલીફ અનુભવતા હશે વામણ કદના શાહરુખ.

ક્લોઝર વ્યૂ

ક્લોઝર વ્યૂ

જુઓ જરા... શાહરુખ દીપિકાને ભેંટીને તેમના ગાલે તમતમતુ ચુંબન ચોળી પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

હવે ફરાહ ફસાયા

હવે ફરાહ ફસાયા

હવે શાહરુખ અને દીપિકાની કિસ વચ્ચે ફરાહ ફસાયાં.

સોનૂ પણ બાકાત નહીં

સોનૂ પણ બાકાત નહીં

શાહરુખ અને દીપિકાએ સોનૂ સૂદને પણ શાનદાર કિસ આપી હતી.

વિવાન કેમ રહી જાય?

વિવાન કેમ રહી જાય?

લકી ન્યુકમર વિવાનને જાણે શાહરુખ-દીપિકાની કિસ ગિફ્ટ તરીકે મળી ગઈ.

બોમન ઈરાની

બોમન ઈરાની

બોમન ઈરાની કેમ બાકી રહી જાય?

સ્પેશિયલ કિસ

સ્પેશિયલ કિસ

ફરાહ ખાન અને બોમન ઈરાની વચ્ચે સ્પેશિયલ કિસિંગ સીન જુઓ.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે ફની મૂડમાં છે અને શાહરુખ સાથે ધીમા પગલે સ્ટેજ તરફ જઈ રહ્યા છે.

શરાબી ડાન્સ મૂવ

શરાબી ડાન્સ મૂવ

શરાબી... ગીતનો ટ્રેડમાર્ક ડાન્સ મૂવ શાહરુખે કરવાનો પ્રયત્ન તો કર્યો છે.

English summary
Happy New Years promotional Sharabi song was launched last night, the cast including Shahrukh, Deepika were seen showering kisses on each other. See pics...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X