Shraddha Kapoor : સાડીમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે શ્રદ્ધા કપૂર, જુઓ ફોટો

Shraddha Kapoor Photo : સ્ત્રી 2 થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર બોલ્ડનેસનો તડકો માર્યો છે.

શ્રદ્ધા કપૂરે સ્ત્રી 2 ની સફળતાના સેલિબ્રેશન વચ્ચે તેના કેટલાક લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે અને તે દિવંગત અભિનેત્રી શ્રીદેવીને સમર્પિત કર્યા છે.

Shraddha Kapoor Photo

શ્રદ્ધા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે તેના ફેમિના માટે કરેલા લેટેસ્ટ ફોટોશૂટની છે. આમાં અભિનેત્રી ચાર અલગ-અલગ આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે.

ફોટોમાં અભિનેત્રી ગોલ્ડન બ્લાઉઝ સાથે સફેદ હાઇ સ્લિટ સ્કર્ટ પહેરેલી જોવા મળે છે. બીજા ફોટામાં, અભિનેત્રી સફેદ ઑફ-શોલ્ડર આઉટફિટમાં પોઝ આપતી જોઈ શકાય છે.

ત્રીજી તસવીરમાં શ્રદ્ધા કપૂર ઓફ વ્હાઇટ શિમરી સાડી પહેરેલી જોવા મળે છે. તેણે મેચિંગ બ્લાઉઝ અને સ્ટડ સાથે આની જોડી બનાવી છે. છેલ્લી તસવીરમાં અભિનેત્રી સોનેરી બ્રાલેટ સાથે સફેદ નેટ કેપ પહેરેલી જોવા મળે છે. આ લુકમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરો શેર કરતી વખતે શ્રદ્ધા કપૂરે દિવંગત અભિનેત્રી શ્રીદેવીને પોતાની પ્રેરણા ગણાવી છે અને આ પોસ્ટ તેમને જ સમર્પિત કરી છે. અભિનેત્રીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું- કે શ્રીદેવી જી, મારી પ્રેરણા. જ્યારે પણ હું કપડાં પહેરું છું, વાત કરું છું, વૉક કરું છું અથવા શૂટ કરું છું ત્યારે હું તે શાલિનતા વિશે વિચારૂ છુ જે તેમના અભિનયમાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X