કૅટરીના બાદ શ્રદ્ધાને આયટમ ગર્લ બનાવતાં કરણ
મુંબઈ, 8 જુલાઈ : કરણ જૌહરની હિટ ફિલ્મ અગ્નિપથના ચિકની ચમેલી... ગીત અંગે સૌ જાણે છે કે આ ગીતથી અભિનેત્રી કૅટરીના કૈફ એક સશક્ત આયટમ ગર્લ તરીકે ઉપસી આવ્યા હતાં. આ ગીત બાદ ટોચની અભિનેત્રીઓ કરીના કપૂર હોય કે પ્રિયંકા ચોપરા દરેક આયટમ સૉંગ કરવા લાગ્યાં છે. આ વખતે પણ કરણ જૌહર વધુ એક સેક્સી અભિનેત્રીને પોતાની આવનાર ફિલ્મ ઉંગલીમાં આયટમ ગર્લ બનાવવા જઈ રહ્યાં છે.
આપ જાણો છે કોણ છે તે? તો સાંભળો. તે છે આજના યુવાન દિલોનો ધબકાર બની ચુકેલાં આશિકી 2 ફૅમ શ્રદ્ધા કપૂર. શક્તિ કપૂરના પુત્રી શ્રદ્ધા કપૂરે ઉંગલી ફિલ્મમાં આયટમ સૉંગ કરવા માટે હા કહી દીધી છે. કહે છે કે કરણની આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શૅર કરશે ઇમરાન હાશમી કે જેઓ બૉલીવુડ સીરિયલ કિસર તરીકે જાણીતાં છે.
જોકે શ્રદ્ધા કપૂર ઉંગલીમાં આયટમ સૉંગ કરવા જઈ રહ્યાં છે, તો બીજી બાજુ કરણ જૌહર નિર્મિત જ ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં પણ તેઓ અભિનય કરી રહ્યાં છે. આ ફિલ્મમાં ઇમરાન ખાન અને કરીના કપૂર છે.

આયટમ ગર્લ બન્યાં શ્રદ્ધા
જાણવા મળે છે કે શ્રદ્ધા કપૂર કરણની ઉંગલી ફિલ્મમાં આયટમ સૉંગ કરવાનાં છે.

દિલ હૈ કિ માનતા નહીંની રીમેકમાં
કહે છે કે ભટ્ટ કૅમ્પની દિલ હૈ કિ માનતા નહીં ફિલ્મની રીમેકમાં ઇમરાન હાશમી સામે શ્રદ્ધા કપૂરને સાઇન કરવામાં આવનાર છે.

વહીદા-મધુબાલા જેવા
શક્તિ કપૂર ને લાગે છે કે તેમના પુત્રી શ્રદ્ધામાં વહીદા રહેમાન અને મધુબાલાનો અક્સ દેખાય છે.

રોમાંટિક છે શ્રદ્ધા
આશિકી 2 ગર્લ શ્રદ્ધા કહે છે - હું ખૂબ જ રૂમાની માણસ છું. મારૂં માનવું છે કે પ્રેમ ગાંડપણભર્યું હોવો જોઇએ. મને રૂમાનિયત આધારિત ફિલ્મો ગમે છે.

ગોરી તેરે પ્યાર મેંમાં શ્રદ્ધા
શ્રદ્ધા કરણની જ ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં પણ કામ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
