દિગ્દર્શનની આતુરતા નહિં, ફિલ્મો માટે લખી શકે છે શ્રુતિ
મુંબઈ, 24 મે : અભિનેત્રી શ્રુતિ હસન હાલમાં અભિનયનો આનંદ લઈ રહ્યાં છે, પરંતુ તેઓ પોતાના પિતા કમલ હસન જેમ દિગ્દર્શન કરવા આતુર નથી. જોકે ભવિષ્યમાં તેમને ફિલ્મો માટે લખવામાં કોઈ વાંધો નથી.

શ્રુતિ હસને એક વાતચીતમાં જણાવ્યું - દરેક વ્યક્તિ કહે છે કે તે દિગ્દર્શક બનવા માંગે છે. એક દિગ્દર્શક બનવું સરણ છે,પરંતુ એક સારા દિગ્દર્શક બનવું મુશ્કેલ છે. મેં આ અંગે વિચાર્યું નથી. જોકે મને લખવું પસંદ છે. શક્ય છે કે ક્યારેક મને તેમાં જ વધુ આનંદ મળે. મારી કેટલીક યોજનાઓ છે, પરંતુ જોઇએ શું થાય છે?
જ્યારે શ્રુતિ હસનને પૂછવામાં આવ્યું કે શું તેઓ ફિલ્મો માટે લખવા માંગશે કે ક્યારેક પટકથાઓ લખશે. આ અંગે શ્રુતિ હસન બોલ્યાં - શક્ય છે કે હું ફિલ્મો માટે લખું. હાલ મારી પાસે બહુ કામ છે.
શ્રુતિ હસન આગામી સમયમાં રમૈયા વસ્તાવૈયા અને ડી ડે ફિલ્મોમાં દેખાશે. પ્રભુ દેવા દિગ્દર્શિત રમૈયા વસ્તાવૈયા તો રિલીઝ માટે તૈયાર છે, જ્યારે ડી ડો ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે. શ્રુતિ હસન એકલા રહે છે અને હાલ તેમનો કોઈની સાથે રહેવાનો કોઈ ઇરાદો નથી. તેઓ પોતાની આઝાદી સાથે પ્રેમ કરે છે.












Click it and Unblock the Notifications
