શ્વેતા તિવારીએ કેમ કહ્યુ - મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે? સલિલ આચાર્યને જણાવ્યુ સત્ય
હોસ્ટ સલિલ આચાર્યએ જણાવ્યુ છે કે છેવટે શ્વેતાના જે શબ્દો પર બબાલ મચી છે છેવટે તે તેણે કેમ કહી હતી?
નવી દિલ્લીઃ ટીવીની સેક્સી અભિનેત્રીઓમાંની એક શ્વેતા તિવારી હાલમાં પોતાના એક નિવેદનના કારણે વિવાદોમાં છે. તેની સામે IPCની કલમ 295(A) હેઠળ કેસ ફાઈલ થયો છે. તેના પર ધર્મનુ અપમાન અને ભગવાન પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયાથી લઈને રાજનીતિના મંચ સુધી તે ટીકાઓથી ઘેરાઈ ગઈ છે. જો કે શ્વેતા તરફથી આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ હવે આ વિશે મહત્વની ટિપ્પણી કરી છે હોસ્ટ સલિલ આચાર્યએ જેમની વાતો એ જણાવી રહી છે કે છેવટે શ્વેતાના જે શબ્દો પર બબાલ મચી છે છેવટે તે તેણે કેમ કહી હતી?

શું છે મામલો?
વાસ્તવમાં ભોપાલમાં વેબસીરિઝ 'શો સ્ટૉપર-મીટ ધ બ્રા ફિટર'ની લૉન્ચ ઈવેન્ટમાં શ્વેતા તિવારીએ ભરેલા મંચ પર મજાક કરીને કહી દીદુ કે, 'મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે.' જેના પર હોબાળો મચી ગયો. શ્વેતાના વિવાદિત નિવેદન પર કડક વલણ બતાવીને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

શું કહ્યુ સલિલ આચાર્યએ?
વેબ સીરિઝ 'શો સ્ટૉપર-મીટ ધ બ્રા ફિટર'ની લૉન્ચ ઈવેન્ટના હોસ્ટ સલિલ આચાર્ય હતા. તેમણે આ અંગે વિસ્તારથી વાત કરી છે. તેમણે કહ્યુ કે જે ક્લિપ પર આટલો હોબાળો થઈ રહ્યો છે, પહેલા લોકોએ એ તો જાણી લેવુ જોઈએ કે છેવટે વાત શું હતી. તેમણે કહ્યુ, 'મે જ શ્વેતાને બ્રા ફિટર વિશે પૂછ્યુ હતુ. વાસ્તવમાં આ સીરિઝમાં બ્રા ફિટરનો રોલ સૌરભ રાજ નિભાવી રહ્યા છે કે જે ટીવીના ભગવાન શ્રીકૃષ્ણ કહેવાય છે. મે જ તેમને પ્રશ્ન કર્યો હતો કે આ શું ભગવાનથી લઈને સીધો બ્રા ફિટરનો રોલ?'

'હા જોઈ લો મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે'
જેના પર શ્વેતાએ મજાકિયા અંદાજમાં કહ્યુ હતુ કે 'હા જોઈ લો મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે'. સલિલે કહ્યુ કે શ્વેતાએ સૌરભ રાજના સંદર્ભમાં ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો હતો નહિ કે ઈશ્વર કે ધર્મના નામ પર ટિપ્પણી કરી હતી. જે વીડિયો વાયરલ થયો છે તેમાં માત્ર અડધી વાત જ દેખાઈ રહી છે માટે હું લોકોને વિનંતી કરુ છુ કે તે આખી વાત સાંભળે, સમજે અને રિએક્ટ કરે.

કોણ છે સૌરભ રાજ?
1 ડિસેમ્બર 1985ના રોજ જન્મેલ સૌરભ રાજ જૈન એક ભારતીય અભિનેતા અને પૂર્વ મૉડલ છે. લોકો તેમણે મહાભારત(2013-14), દેવોના દેવ... મહાદેવ(2011-14)ના ભગવાન કૃષ્ણ તરીકે ઓળખે છે. આ ઉપરાંત તે કસમ સે, ઉતરન, ચંદ્રગુપ્ત મૌર્ય અને પટિયાલા બેબ્ઝ સહિત ઘણા શોમાં પણ જોવા મળી ચૂક્યા છે. તે પોતાની પત્ની રિદ્ધિમા જૈન સાથે 2019ના ડાંસ રિયાલિટી સીરિઝ નચ બલિયે 9મા પણ ભાગ લઈ ચૂક્યા છે. વળી, તેમણે 2021માં ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી 11માં પણ ભાગ લીધો હતો.
Actress Shweta Tiwari made a controversial statement on God.. It happens in the press conference of #ShowStopper Webseries..#ShwetaTiwari @rohitroy500@DiganganaS #ControversialStatement #Trending #TrendingNow #ottplatform pic.twitter.com/EqmsibDoy4
— Deep Singh (@Deepsingh_page3) January 26, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
