Zubeen Garg Death: ફેમસ સિંગર ઝુબીન ગર્ગનું નિધન, સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે થયું મૃત્યુ
Singer Zubeen Garg Death: બોલિવૂડના જાણીતા સિંગર ઝુબીન ગર્ગ હવે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. અહેવાલો અનુસાર, 52 વર્ષીય ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ કરતી વખતે નિધન થયું હતું. ત્યારે આસામના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સિંચાઈ મંત્રી અશોક સિંઘલે ઝુબીન ગર્ગના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવુક પોસ્ટ કરી છે.

સિંચાઈ મંત્રી અશોક સિંઘલે દુઃખ વ્યક્ત કર્યું
તેમના ટ્વીટમાં આગળ લખ્યું છે કે, પેઢીઓને તેમના સંગીતમાં આનંદ, દિલાસો અને ઓળખ મળી હતી. તેમના નિધનથી એક એવો ખાલીપો પડ્યો છે જે ક્યારેય ભરાશે નહીં. આસામે તેના સૌથી પ્રિય પુત્રોમાંથી એક ગુમાવ્યો છે અને ભારતે તેના શ્રેષ્ઠ સાંસ્કૃતિક ચિહ્નોમાંથી એક ગુમાવ્યો છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. તેમના આત્માને શાંતિ મળે અને તેમનો વારસો પ્રેરણા આપતો રહે. ઓમ શાંતિ.'
Deeply saddened by the untimely demise of our beloved Zubeen Garg.
— Ashok Singhal (@TheAshokSinghal) September 19, 2025
Assam has lost not just a voice, but a heartbeat. Zubeen da was more than a singer, he was the pride of Assam and the nation, whose songs carried our culture, our emotions, and our spirit to every corner of the…
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઝુબીન ગર્ગનું નિધન
અહેવાલો અનુસાર, ગાયક સિંગાપોરમાં સ્કૂબા ડાઈવિંગનો આનંદ માણી રહ્યો હતો, આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારબાદ ઝુબીન ગર્ગને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું. નોંધનીય છે કે, આજે તે નોર્થઈસ્ટ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવાના હતા.
ફેમસ સિંગર ઝુબીને બોલિવૂડમાં પણ અનેક ગીતો ગાયા
વર્ષ1972માં મેઘાલયમાં જન્મેલા ઝુબીન બોરઠાકુર એક આસામી ગાયક હતા. તેમણે 1990ના દાયકામાં પોતાનું સ્ટેજ નામ અપનાવ્યું અને તેમના છેલ્લા નામને ગર્ગથી બદલી નાખ્યું. તેમણે કંગના રણૌત, ઈમરાન હાશ્મી અને શાઇની આહુજા અભિનીત ફિલ્મ 'ગેંગસ્ટર'માં 'યા અલી' ગીત ગાયું હતું.1995માં ઝુબિન મુંબઈ આવ્યા અને તેમનું પહેલું ઈન્ડીપોપ સોલો આલ્બમ, ચાંદની રાત રજૂ કર્યું. તેમણે દિલ સે (1998), ડોલી સજાકે રખના (1998), ફિઝા (2000) અને કાંટે (2002) સહિત અનેક બોલિવૂડ ફિલ્મો માટે ગીત ગાયા હતા.












Click it and Unblock the Notifications
