સલમાન ખાન મોટા વ્યક્તિ છે, આવો નાનો રોલ કઈ રીતે કરે?
સોહેલ ખાને હાલમાં કે સલમાન ખાન અને તેમની ફિલ્મ ફ્રિકી અલીમાં કામ કરવાની જીદ પર વાત કરી. સોહેલ ખાનની ફિલ્મ ફ્રિકી અલીની કહાની સલમાન ખાનને ખુબ જ પસંદ આવી હતી અને તેઓ આ ફિલ્મમાં કામ કરવા માંગતા હતા.

પરંતુ સોહેલ ખાને સલમાન ખાનને ફિલ્મમાં રોલ માટે ના પાડી દીધી. સોહેલ ખાને જણાવ્યું કે સલમાન ખાન જે સ્તર સુધી પહોંચી ગયા છે ત્યાં તેઓ કોઈ પણ રોલ ના કરી શકે. એ ફ્રેમ જ ખોટી લાગશે જો તે સલમાન ખાનને લાયક ના હોય.

એટલા માટે ફ્રિકી અલી ફિલ્મમાં સલમાન ખાન ને કોઈ રોલ આપવામાં ના આવ્યો કારણે તેમના લેવલનો કોઈ રોલ ફિલ્મમાં હતો જ નહીં. એવામાં તેમનું અને ફિલ્મ બંનેની સ્તર ખરાબ થઇ શકે છે.

તેના બદલે સોહેલ ખાને સલમાન ખાનને રિકવેસ્ટ કરી કે ફિલ્મમાં તેઓ પોતાનું નામ આપે અને પ્રોડક્શન હાઉસને મદદ કરે જેનાથી ફિલ્મ સુંદર બની શકે અને સલમાન ખાને તેવું જ કર્યું.

આપને જણાવી દઈએ કે ફ્રિકી અલી બોક્સ ઓફિસ પર કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ બાર બાર દેખો સાથે ક્લેશ થઇ હતી અને બંને ફિલ્મો પીટાઈ ગયી.













Click it and Unblock the Notifications
