હૉટ અને સેક્સી દેખાતી સોમાએ બનવુ પડ્યુ હતુ 'અમ્માજી', રસપ્રદ છે અભિનેત્રીની સફર

તમારી જગ્યા જાળવવા માટે, સ્લિમ ટ્રીમ દેખાવુ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પરંતુ અમ્માજીની વાત અલગ છે. જાણો રસપ્રદ કહાની.

મુંબઈઃ ઘણીવાર અભિનેતાઓને ફિલ્મ ઉદ્યોગની ચમક-દમકમાં પોતાનું સ્થાન બનાવવા માટે તેમના શરીર અને દેખાવ પર સખત મહેનત કરવી પડે છે. તમારી જગ્યા જાળવવા માટે, સ્લિમ ટ્રીમ દેખાવુ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પરંતુ અમ્માજીની વાત અલગ છે. જ્યારે તે સુંદર, હૉટ અને સેક્સી દેખાતી હતી ત્યારે તેને રોલ આપવામાં આવ્યો ન હતો. રોલ આપવાનુ તો દૂર, કોઈએ તેને પૂછ્યું પણ નહિ. તમને જાણીને નવાઈ લાગશે કે વજન વધવાની સાથે જ તે લાઈમલાઈટમાં આવવા લાગી અને એટલુ જ નહિ તેના વધતા વજને તેને કામ અને ઓળખ બંને આપી.

'અમ્માજીની કહાની'

'અમ્માજીની કહાની'

આ વાત સાંભળવામાં વિચિત્ર લાગે પણ સો ટકા સાચી છે. આ વાત ભાભીજી ઘર પર હૈ ફેમ અમ્માજીની છે. જે પોતાની સ્ટાઈલથી ફેન્સનુ મનોરંજન કરવામાં કોઈ કસર છોડતી નથી. આવો અમ્માનો સ્વેગ છે. પરંતુ શું તમે જાણો છો કે આ અમ્મા જી, જેમનુ વજન ઘણુ છે તે એક સમયે તેમની વહુ એટલે કે અંગૂરી ભાભીને ફિટનેસના મામલે મ્હાત આપતા હતા.

ખૂબ સ્લીમ હતી સોમા

ખૂબ સ્લીમ હતી સોમા

હા! યુવાનીમાં અમ્માજીનુ પ્રખ્યાત પાત્ર ભજવનાર સોમા રાઠોડ એકદમ પાતળી હતી. અગાઉ તે આટલી હેલ્ધી નહોતી અને તેણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યુ કે ઈન્ડસ્ટ્રીમાં તેની સફર રોલર કોસ્ટર રાઈડ રહી છે.

ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે વધાર્યુ વજન

ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે વધાર્યુ વજન

લોકોએ સાંભળ્યું હશે કે ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે તેણે વજન ઘટાડવુ પડ્યુ હતું. પરંતુ મારી વાર્તા અલગ છે અને ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે મારે વજન વધારવુ પડ્યુ. તેણે ફેન્સની સામે આ વાતનો ખુલાસો કરીને તેમને ચોંકાવી દીધા છે.

ઑડીશનમાં થતી હતી રિજેક્ટ

ઑડીશનમાં થતી હતી રિજેક્ટ

સોમા કહે છે કે તે પહેલા ન તો ખૂબ જાડી હતી અને ન તો ખૂબ પાતળી. ઑડિશનમાં તેને ઘણી વખત રિજેક્ટ પણ કરવામાં આવી હતી. આ પછી, કંટાળીને તેણે પોતાનુ વજન વધારવાનુ નક્કી કર્યુ. સોમાએ જણાવ્યુ કે આ સૂચન તેને એક મિત્રએ આપ્યુ હતુ.

લોકોને આપી આ ખાસ સલાહ

લોકોને આપી આ ખાસ સલાહ

સોમા કહે છે કે હું કંઈ વિચારતી નથી કારણ કે લેખકો પહેલેથી જ મારા પાત્રને તેમના મગજમાં રાખે છે. વ્યક્તિએ મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવુ જોઈએ. લોકો તમને નિરાશ કરે છે અને તમને અહેસાસ કરાવે છે કે તમે આ દુનિયા માટે નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X