હિમ્મતવાલામાં ડિસ્કો ડાંસ કરશે સોનાક્ષી સિન્હા

મુંબઈ, 5 જાન્યુઆરી : સોનાક્ષી સિન્હા ભલે પોતાના વજનના પગલે આયટમ સૉંગમાં જલવા ન દાખવી શકે, પરંતુ ડાંસની બાકીના કૌશલ્યમાં પોતાનો હાથ અજમાવી રહ્યાં છે. પ્રથમ તો દબંગ 2માં સોનાક્ષીએ એક ક્લાસિક ડાંસ કર્યો હતો અને હવે માહિતી મળે છે કે સોનાક્ષી સિન્હા પોતાની આવનાર ફિલ્મ હિમ્મતલવલાની બીજી આવૃત્તિના વિશેષ ગીત થૅંક ગૉડ ઇટ્સ ફ્રાઇડે... માં 80ના દશકાનો ડાંસ કરતાં નજરે પડશે.

Sonakshi Sinha

સૂત્રોના જણાવ્યા મુજબ આ ગીતમાં સોનાક્ષી સાથે આ ડાંસમાં લગભગ 100 નર્તકો અને 400 લોકોનો સમાવેશ થશે. આ એક રેટ્રો ડિસ્કો ગીત છે કે જેમાં રિફ્લેક્ટિવ ડાંસ ફ્લોર, આયના અને દરેક વસ્તુ ઝળહળહાટ ધરાવતી જોવા મળશે. આ ગીત માટે સોનાક્ષીની ડ્રેસ મનીષ મલ્હોત્રા ડિઝાઇન કરી રહ્યાં છે. ફિલ્મમાં અજય દેવગણ અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે. હિમ્મતવાલા ફિલ્મ 1983માં રિલીઝ થઈ હતી અને તેમાં જિતેન્દ્ર સાથે શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મના દિગ્દર્શક હતાં કે. રાઘવેન્દ્ર. ફિલ્મમાં જિતેન્દ્રે પોતાની સ્ટાઇલમાં ડિસ્કો ડાંસ કર્યો હતો કે જે ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો.

હવે હિમ્મતવાલાની જ બીજી આવૃત્તિમાં પણ દિગ્દર્શક સાજિદ ખાન કેટલાંક ડિસ્કો ડાંસ ઉમેરવા માંગે છે અને તે પણ 80ના દશકાના. તેના માટે તેમણે ખૂબ મહેનત કરી છે. સોનાક્ષી સિન્હા માટે ડિસ્કો ડાંસ કરવો એક પડકાર હશે. અજય દેવગણ સાથે પરેશ રાવલ, મહેશ માંજરેકર પણ ફિલ્મમાં દેખા દેશે. આ ફિલ્મ 29મી માર્ચે રિલીઝ થશે. હવે જોવાનું એ છે કે શું સોનાક્ષી સિન્હા પોતાના પિતાના જમાનાના જાણીતા એક્ટર અને જમ્પિંગ બૉય જિતેન્દ્રની જેમ ડિસ્કો ડાંસ કરી શકશે અને લોકોને એન્ટરટેન કરી શકશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X