Pics : બુલેટ રાજાના બંગાળી સોનાક્ષી સાથે પ્યાર હો જાયેગા
મુંબઈ, 4 ઑક્ટોબર : ખૂબ જ ટુંક સમયમાં ચુનંદા ફિલ્મો દ્વારા લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા પુનઃ એક વાર બંગાળી બાળા તરીકે રૂપેરી પડદા ઉપર દેખાનાર છે. હા જી, આવનાર ફિલ્મ બુલેટ રાજામાં સોનાક્ષીનો રોલ એક બંગાળી યુવતીનો છે અને તે અંગે સોનાક્ષી સિન્હા બહુ ખુશ અને ઉત્સાહિત છે.
સોનાક્ષીની છેલ્લી ફિલ્મ લુટેરા હતી અને તેમાંય તેઓ બંગાળી છોકરીના પાત્રમાં હતાં. બુલેટ રાજા અંગે સોનાક્ષીએ જણાવ્યું કે તેઓ બંગાળી કલ્ચરને પ્રેમ કરે છે. તેમને આ પાત્ર ભજવી ખુશી થઈ રહી છે. સોનાક્ષીએ જણાવ્યું કે આ રોલ એટલો લવિંગ છે કે કોઈને પણ તેની સાથે પ્રેમ થઈ જાય. લુટેરાની બંગાળી છોકરી 1950ની હતી, પણ બુલેટ ફિલ્મમાંની બંગાળી છોકરી આજની વાત કરે છે. બુલેટ રાજા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે તેમના હીરો સૈફ અલી ખાન છે. સોના-સૈફની આ પ્રથમ ફિલ્મ છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શક
બુલેટ રાજા ફિલ્મના દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને લોકો તેને બહુ પસંદ કરી રહ્યાં છે.

બંગાળી બાળા
બુલેટ રાજા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા ટિપિકલ બંગાળી છોકરીની જેમ પહોળી બૉર્ડર ધરાવતી સાડી અને વાળોમાં ગજરો લગાવેલા દેખાશે.

ઝુમુર નૃત્ય
કહે છે કે બુલેટ રાજામાં સોનાક્ષીએ બંગાળી લોકનૃત્ય ઝુમુર પર પરફૉર્મન્સ આપ્યું છે.

માફિયાઓની વાર્તા
બુલેટ રાજા ફિલ્મ ઉત્તર પ્રદેશના માફિયાઓની વાર્તા છે અને તે માટે સૈફ-સોનાક્ષીએ બહુ મેહનત કરી છે.

આવતા માસે રિલીઝ
બુલેટ રાજા ફિલ્મ આગામી 29મી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. પોસ્ટર પર સોનાક્ષી-સૈફ બંને છે અને લખેલું છે કે ઔરતોં કી રિસ્પેક્ટ કરતે હૈં.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
