સોનાક્ષી સિન્હાને જોઈએ છે આવો પતિ, મૂરતિયો ધ્યાનમાં હોય તો કહેજો
સોનાક્ષી સિન્હાને જોઈએ છે આવો પતિ, જણાવી આ ઈચ્છા
નવી દિલ્હીઃ બૉલીવુડમાં હાલ માત્ર મિ ટૂ અને લગ્નો જ ચર્ચામાં છે. દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક નવેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે, જ્યારે આગામી વર્ષે અર્જુન-મલાઈકા પણ સાત ફેરા ફરશે. આટલાં લગ્નોની વચ્ચે સોનાક્ષી સિન્હાએ પણ જણાવ્યું કે તેના સપનાનો રાજકુમાર કેવો હશે. દબંગ ગર્લે જણાવ્યું કે તેને કેવા વરરાજાની જરૂર છે.

ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું, જોઈએ આવો છોકરો
વાઈબ્રન્ટ ટુડેને આપેલા ઈન્ટર્વ્યૂમાં સોનાક્ષી સિન્હાએ પોતાના થનાર પતિની ખુબીઓ વિશે વાત કરી. પોતાના સપનાના રાજકુમાર વિશે બોલતા સોનાક્ષી સિન્હાએ કહ્યું કે એમને એક એવો છોકરો જોઈએ જે એમને સ્પેસ આપે અને બાંધીને ન રાખી રાખે. એક્ટ્રેસે એ પણ કહ્યું કે છોકરીઓએ ક્યારેય ખોટા કારણસર લગ્ન ન કરવાં જોઈએ.

સલમાનના સંબંધીને ડેટ કરી રહી હતી
દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા આ દિવસોમાં તો સિંગલ છે, પરંતુ એક સમયે તે સલમાન ખાનના કોઈ સંબંધીને ડેટ કી રહી હતી. સોનાક્ષી સલમાનના ભાઈ સોહેલ ખાનના સાળા બંટી સચદેવા સાથે રિલેશનશિપમાં હતી. સેલિબ્રિટી મેનેજર બંટી સચદેવા સોહેલ ખાનની પત્ની સીમાનો ભાઈ છે. લાંબો સમય સાથે રહ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

કેટલીય ફિલ્મોની ઑફર
ફિલ્મોની વાત કરીએ તો સોનાક્ષી સિન્હા જલદી જ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ કલંકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમના ઉપરાંત આલિયા ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર, માધુરી દીક્ષિત અને સંજય દત્ત પણ છે. હાલમાં જ રિલીઝ થયેલ એમની ફિલ્મ હેપ્પી ફિર ભાગ જાયેગી બૉક્સ ઑફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નથી.












Click it and Unblock the Notifications
