Sonakshi Sinha Wedding : લગ્ન બાદ સોનાક્ષી સિંહા મુસ્લિમ ધર્મ અપનાવશે? જાણો શું કહ્યું સસરાએ?
Sonakshi Sinha Wedding : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા તેના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન બાદ બન્ને અલગ-અલગ ધર્મના હોવાના કારણે ચર્ચામાં છે.
સોનાક્ષી સિંહા 23 જૂન 2024ના રોજ તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. હાલમાં કપલના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. ગઈકાલે સોનાક્ષીએ પોતાના હાથ પર ઝહીરના નામની મહેંદી લગાવી હતી.

ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવાને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું આ લગ્ન માટે સોનાક્ષી સિંહા હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ બનવા જઈ રહી છે. શું આ જ કારણ છે કે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા અને તેની માતા પૂનમ સિંહા તેમજ ભાઈ લવ આ લગ્નનો વિરોધ કરતા હતા.
હવે સોનાક્ષી સિંહાના ભાવિ સસરા ઈકબાલ રતનસીએ ધર્મ પરિવર્તન પર પોતાનું મૌન તોડ્યું છે. જણાવી દઈએ કે એક્ટર ઝહીર ઈકબાલ પ્રખ્યાત બિઝનેસમેન ઈકબાલ રતનસીનો પુત્ર છે. ઇકબાલ રતનસી બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ખૂબ સારા મિત્ર છે. ફાધર્સ ડે પર સોનાક્ષી તેના સસરા સાથે સેલિબ્રેશન કરતી જોવા મળી હતી, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
લગ્ન પહેલા ઈકબાલ રતનસીએ ફ્રી પ્રેસ જર્નલ સાથે તેની ભાવિ પુત્રવધૂ સોનાક્ષી સિંહા વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન તેમણે સોનાક્ષીના ધર્મ પરિવર્તનની અફવાઓ પર મોટું નિવેદન આપ્યું.
ઈકબાલ રતનસીએ કહ્યું કે, એ વાત નિશ્ચિત છે કે સોનાક્ષી પોતાનો ધર્મ નહીં બદલે કારણ કે અહીં બંનેની મુલાકાત દિલની મુલાકાત છે. આમાં ધર્મની કોઈ ભૂમિકા નથી.
ઈકબાલ રતનસીએ આગળ કહ્યું કે, હિંદુ ભલે ભગવાન કહી શકે અને મુસ્લિમો અલ્લાહ કહી શકે, પરંતુ આખરે આપણે બધા માણસો છીએ. મારા આશીર્વાદ ઝહીર અને સોનાક્ષી સાથે છે. તેઓ બંને હંમેશા ખુશ રહે.
જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સોનાક્ષી છેલ્લા એક વર્ષથી ઝહીર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે.












Click it and Unblock the Notifications
