લોકોને બિવડાવશે હૉટ અને સેક્સી સોનલ ચૌહાણ
મુંબઈ, 17 ફેબ્રુઆરી : ઇમરાન હાશમી સાથે ઝન્નત ફિલ્મમાં સેક્સી અદાઓના કારણે ચર્ચિત થયેલ અભિનેત્રી સોનલ ચૌહાણ હવે હૉરર ફિલ્મમાં દેખાશે. પોતાની ફિલ્મ 3જી અંગે સોનલનું કહેવું છે કે આ એક એવી હૉરર ફિલ્મ છે કે જે આજ સુધી ભારતીય પડદે ક્યારેય નથી જોવાઈ.

27 વર્ષીય સોનલ ચૌહાણે ફિલ્મના પ્રથમ પોસ્ટરની લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે 3જી એક હૉરર ફિલ્મ છે, પરંતુ ભારતીય સિનેમામાં હૉરર ફિલ્મો અભિશાપિત હવેલીઓ, આત્મા કે પછી કાળા જાદૂની આસપાસ વણાય છે, પરંતુ 3જી એક એવી જુદા પ્રકારની હૉરર ફિલ્મ છે કે જે દર્શકો પ્રથમ વાર જોશે.
3જી એક જુદા પ્રકારની બિહામણી ફિલ્મ હશે. તેમાં સોનલનું પાત્ર પણ તેમની છાપ કરતાં જુદુ રહેનાર છે. હકીકતમાં અત્યાર સુધી સોનલે બૉલીવુડમાં માત્ર સેક્સી તથા હૉટ ભૂમિકાઓ જ ભજવી છે. તેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની છબી બદલવા માટે સોનલે આ ફિલ્મ પસંદ કરી છે.












Click it and Unblock the Notifications
