પ્રિયંકાની ખુશીઓમાં સોનાલી પણ જોડાઈ, લાલ જોડામાં લાગી રહી હતી સુંદર
હાલમાં જ સોનાલી પોતાની નજીકની દોસ્ત પ્રિયંકા ચોપડાના બ્રાઈડલ શાવરમાં જોડાઈ અને પ્રિયંકા ચોપડાને અભિનંદન પાઠવતા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી છે.
અભિનેત્રી સોનાલી બેન્દ્રે છેલ્લા ઘણા મહિનાઓથી પોતાનો ઈલાજ કરાવી રહી છે. ઈલાજના કારણે સોનાલી ભારત તો ન આવી શકી પરંતુ વિદેશમાં જ તે પોતાના દોસ્તોની ખુશીઓમાં શામેલ થઈ રહી છે. હાલમાં જ સોનાલી પોતાની નજીકની દોસ્ત પ્રિયંકા ચોપડાના બ્રાઈડલ શાવરમાં જોડાઈ. તેમણે પ્રિયંકા ચોપડાને અભિનંદન પાઠવતા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી છે. સોનાલી સાથે એક્ટ્રેસ નીતુ કપૂર પણ આ બ્રાઈડલ શાવરમાં જોવા મળ્યા.

પ્રિયંકાની ખુશીઓમાં શામેલ થઈ સોનાલી બેન્દ્રે
સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકાના બ્રાઈડલ શાવરના ફોટા પોસ્ટ કરીને લખ્યુ, ‘ખાસ પળોનો હિસ્સો બનીને હંમેશા સારુ લાગે છે અને ખાસ કરીને ત્યારે જ્યારે તમારા નજીકના દોસ્તની ખુશી હોય. પ્રિયંકા ચોપડા, તમારા બ્રાઈડલ શાવરમાં ખૂબ પ્રેમ અને હસી-ખુશી હતા. હું આશા રાખુ છુ કે તમારી જિંદગીમાં આ બધુ ખૂબ જ હોય.' સોનાલીએ આગળ લખ્યુ કે આટલા સમય બાદ લાલ રંગ પહેરીને તેને ઘણુ સારુ અને અજીબ, બંને લાગ્યુ.

શરૂ થઈ પ્રિયંકાના લગ્નની તૈયારીઓ
સોનાલી અને પ્રિયંકા ચોપડા વચ્ચે ઘણી સારી દોસ્તી છે અને બંને ઘણીવાર ન્યૂયોર્કમાં મળતા રહે છે. સોનાલીએ આ પહેલા પણ પ્રિયંકા સાથે પોતાના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. પ્રિયંકાની વાત કરીએ તો તેમના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અભિનેત્રીએ દોસ્તો માટે ન્યૂયોર્કમાં એક બ્રાઈડલ શાવર રાખ્યો હતો જેમાં નિકની મા અને ભાભી પણ શામેલ થયા હતા.

સફેદ ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી પ્રિયંકા
પોતાના બ્રાઈડલ શાવરમાં પ્રિયંકાએ સફેદ રંગનું ફેધર માર્ચેસા ગાઉન પહેર્યુ હતુ, જેમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. આ સફેદ સ્ટ્રેપલેસ ગાઉન સાથે તેણે ટિફનીના હીરાનો નેકલેસ પહેર્યો હતો. બ્રાઈડલ શાવરમાં BRIDE ફૂગ્ગા સાથે ઉભેલો તેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. પ્રિયંકા અને નિક આ મહિને સાત ફેરા ફરશે. જો કે લગ્નની તારીખનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી.
View this post on InstagramA post shared by Sonali Bendre (@iamsonalibendre) on












Click it and Unblock the Notifications
