કેન્સરગ્રસ્ત સોનાલી બેન્દ્રેએ પુત્રને 13 માં જન્મદિવસે લખી ભાવુક પોસ્ટ

સોનાલી બેન્દ્રે પોતાના પુત્ર રણવીરના જન્મદિવસ પર ઈમોશનલ મેસેજ લખ્યો છે જે સોશિયલ મીડિયામામં વાયરલ થઈ રહ્યો છે.

સોનાલી બેન્દ્રે હાલમાં જિંદગી અને મોત વચ્ચે કેન્સર સામે લડી રહી છે અને ન્યૂયોર્કમાં પોતાનો ઈલાજ કરાવી રહી છે. ક્યારેક ક્યારે તે સોશિયલ મીડિયામાં પોતાની તબિયતના સમાચાર અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરતી રહે છે. હાલમાં તેણે પોતાના પુત્ર રણવીરના જન્મદિવસ પર ઈમોશનલ મેસેજ લખ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આજે રણવીરનો 13 મો જન્મદિવસ છે અને સોનાલી લખે છે આ પહેલી વાર એવુ બન્યુ જ્યારે તે પોતાના પુત્ર સાથે નથી અને તેને રણવીરની ખૂબ યાદ આવી રહી છે.

ભાવનાઓ વ્યક્ત કરી

ભાવનાઓ વ્યક્ત કરી

સોનાલી બેન્દ્રેએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા લખ્યુ કે મારો ચાંદ મારો સિતારો હવે તુ ટીન એજમાં પહીંચી ગયો છે અને તુ એ ડિઝર્વ કરે છે.

હિંમત અને સમજદારીની પ્રશંસા

હિંમત અને સમજદારીની પ્રશંસા

આગળ લખે છે કે તે વ્યક્ત નથી શકતી કે તે કેટલી ખુશ છે અને તેને તેના પર કેટલો ગર્વ છે. સોનાલીએ આ ઉપરાંત તેની હિંમત અને સમજદારીની પ્રશંસા કરતા કહ્યુ કે તે આ વખતે તેની સાથે નથી એવુ પહેલી વાર બન્યુ છે. એટલા માટે તેને પુત્રની ઘણી યાદ આવી રહી છે.

સોનાલી બેન્દ્રે ક્યારેક ક્યારેક પોતાના દિલની વાતો બધાની સામે કહી દેતી હોય છે. સોનાલીએ એક વાર લખ્યુ હતુ કે આવી પરિસ્થિતિઓમાં બાળકોનું તમારા વિશે જાણવુ અને તમારી પાસે હોવુ ખૂબ જરૂરી હોય છે.

બિમારીમાંથી બહાર આવવાની કોશિશ

હાલમાં સોનાલી પોતાના પુત્ર સાથે હોસ્પિટલમાં જ સમય પસાર કરી રહી છે અને તેને જોઈને બિમારીમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી છે. જો કે પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે અને હાલમાં જ તેનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તે બાલ્ડ લુકમાં જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X