VIDEO: સોનમ કપૂરે હાથોમાં લગાવી મહેંદી, આનંદ આહૂજા સાથે કર્યો ડાંસ
બોલીવડ અભિનેત્રી સોનમ કપૂર અને દિલ્હીના બિઝનેસમેન આનંદ આહૂજા 8 મે ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. બંનેના લગ્ન શીખ રીતિ-રિવાજ મુજબ મુંબઈમાં થશે.
બોલીવડ અભિનેત્રી સોનમ કપૂર અને દિલ્હીના બિઝનેસમેન આનંદ આહૂજા 8 મે ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. બંનેના લગ્ન શીખ રીતિ-રિવાજ મુજબ મુંબઈમાં થશે.

તૈયારીઓ જોર-શોરથી શરૂ
લગ્ન પહેલા અનિલ કપૂરના ઘરમાં તૈયારીઓ જોર-શોરથી શરૂ થઈ ગઈ છે. સંગીત અને લગ્ન પહેલા 6 મે ના રોજ સોનમની મહેંદી રાખવામાં આવી હતી. મહેંદીના ફંક્શનમાં આખા કપૂર પરિવારની સાથે બોલીવુડના ઘણા દિગ્ગજ સિતારાઓ પણ શામેલ થયા.

ગુલાબી રંગના ડ્રેસમાં સજ્જ સોનમ
સોનમ કપૂરે પોતાની મહેંદીના ફંક્શન માટે ગુલાબી રંગનો ડ્રેસ પસંદ કર્યો હતો. આ ડ્રેસ અને ખુલ્લા વાળમાં સોનમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. હાથ અને પગમાં મહેંદી લગાવતી આ ફોટો તેની નાની બહેન રિયા કપૂરે શેયર કર્યો છે.

કપૂર પરિવાર
સોનમની મહેંદીના ફંક્શનમાં આખો કપૂર પરિવાર એકસાથે દેખાયો. સોનમની બહેન તો જાણે પડછાયાની જેમ તેની સાથે હતી. સંજય કપૂર, તેની દીકરી શનાયા અને દીકરો જહાન, બોની કપૂરની ત્રણ દીકરીઓ-અંશુલા, જહાન્વી અને ખુશી, દરેક જણ ફંક્શનને ખૂબ એન્જોય કરી રહ્યા હતા.

ભાઈ કેમ રહે પાછળ
સોનમની બહેનો આગળ હોય તો ભાઈઓ કેમ પાછળ રહી જાય. અર્જૂન અને હર્ષવર્ધન કપૂરે પણ સોનમની મહેંદીમાં ભાઈની બધી જવાબદારી સંભાળી.

સાંવરિયા આનંદ પણ પહોંચ્યા મહેંદીમાં
સોનમના થનારા પતિ આનંદ આહૂજા પણ સોનમની મહેંદીમાં પહોંચ્યા હતા. આનંદે સોનમના ડ્રેસ સાથે મેચ થાય તેવો ગુલાબી રંગનો બંધગળાનો કોટ પહેર્યો હતો. બંનેએ સાથે ડાંસ પણ કર્યો, જુઓ વીડિયો-

એકબીજામાં ખોવાઈ ગયા સોનમ-આનંદ
હાથોમાં હાથ પરોવીને સોનમ અને આનંદ એકબીજામાં એકદમ ખોવાઈ જ ગયા. બંનેએ મહેંદીના ફંક્શનમાં એક રોમેન્ટીક ડાંસ પણ કર્યો.

મહેંદીમાં ખૂબ નાચી સોનમ
આનંદ જ્યાં થોડુ નાચીને સાઈડમાં થઈ ગયા ત્યાં સોનમે પોતાની મહેંદી પૂરેપૂરી એન્જોય કરી. મહેંદી લાગેલા હાથોમાં જ પોતાની બહેનો અને દોસ્તો સાથે ખૂબ નાચી સોનમ.

સોનમ જ નહિ પપ્પા પણ ખૂબ નાચ્યા
માત્ર સોનમ કપૂર જ નહિ તેના પપ્પા અનિલ કપૂર પણ મહેંદીમાં ખૂબ નાચ્યા. સોનમ અનિલ અને સુનીતા કપૂરની સૌથી મોટી સંતાન છે.
A post shared by Filmy Chutzpah (@filmy_chutzpah) on
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
