કાન્સમાં પહેલા દિવસે તો છવાઇ સોનમ, પરંતુ બીજા દિવસે?

Written By:
Subscribe to Oneindia News

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના પહેલા દિવસે સોનમ કપૂર છવાઇ ગઇ હતી. પેસ્ટલ મલ્ટિ કલર સારી અને ત્યાર બાદ પિંક કલરના એલે સાબ ગાઉનમાં સોનમ કપૂર જોવા મળી હતી અને તેના આ લૂક્સ પર ફેન્સની સાથે જ ફેશન ક્રિટિક્સ પણ ઓવારી ગયા હતા. સોનમ કપૂરે પોતાની ફેશન સેન્સથી અને સ્ટાયલથી લોકોનું મન જીતી લીધું હતું. પરંતુ સોનમનો કાન્સમાં તેના બીજા દિવસનો જે લૂક સામે આવ્યો છે તે ઠીક-ઠાક છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે તેનો આ અંદાજ જોવા મળ્યો. સોનમે હંમેશની માફક એક્સપરિમેન્ટ કરવાનું ચાલુ રાખ્યું છે, તેના પહેલા દિવસનું એક્સપરિમેન્ટ તો લોકોએ હોંશભેર આવકાર્યું હતું. પરંતુ તેનો આ લૂક કદાચ લોકોને એટલો પસંદ નહીં પડે.

બોહો લુક

બોહો લુક

અહીં સોનમ બીચ પર બોહો લુકમાં જોવા મળી રહી છે. હંમેશા કંઇક હટકે કરવાને ટેવાયેલી સોનમને ઘણીવાર આલોચનાનો સામનો કરવો પડે છે. તેનો બીજા દિવસનો આ લુક ક્યાંક તેના માટે ફેશન બ્લન્ડર સાબિત ન થાય!

બોહો લુકની પહેલી ઝલક

બોહો લુકની પહેલી ઝલક

આ પહેલાં સોનમે પોતાના બીજા દિવસના લુકની ઝલક આપતો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. રેડ આયશેડોમાં તેને આમ ઉભેલી જોઇને લોકોમાં તેના લુક અંગેનો ઉત્સાહ વધી ગયો હતો. પરંતુ તેના ફાઇનલ લુકથી ઘણા લોકો નિરાશ થયા છે.

સુંદર પિંક ગાઉન

સુંદર પિંક ગાઉન

આ પહેલાં રેડ કાર્પેટ પર સોનમ પિંક કલરના સુંદર ગાઉનમાં જોવા મળી હતી. તેના આ એથનિક થીમના ગાઉન અને હેવી જ્વેલરીએ સૌનું મન જીતી લીધું હતું. આથી જ કદાચ લોકોને તેના બીજા દિવસની લુકની વધુ રાહ હતી.

કાન્સનો પ્રથમ લુક

કાન્સનો પ્રથમ લુક

કાન્સના પોતાના પ્રથમ લુકમાં સોનમ સોબર પરંતુ એલિગન્ટ સાડીમાં મિનિમમ મેકઅપ અને સિમ્પલ છતાં સ્યાલિશ જ્વેલરી સાથે જોવા મળી હતી. તેનો આ લુક પણ એક્સપરિમેન્ટલ હતો, પરંતુ લોકોને ખૂબ પસંદ પડ્યો હતો. આશા રાખીએ, સોનમ પોતાના રેડ કાર્પેટના બીજા લુકમાં લોકોને નિરાશ નહીં કરે.

અહીં જુઓ

અહીં જુઓ

ઐશ્વર્યા રાયના તમે કાયલ થઇ જશો, જો જોશો તેનો કાન્સનો આ લૂક

કાન્સમાં ઐશ્વર્યા રાય બચ્ચન રેડ કાર્પેટ પર રેડ લૂક સાથે જોવા મળી હતી. તસવીરોમાં જુઓ ઐશ્વર્યાનો આ હોટ લૂક

English summary
Sonam Kapoor's 3rd look for 70 Cannes Film Festival.
Please Wait while comments are loading...