સોનમ રોમાંચિત : OMG! હું તે ‘પ્રેમ સાથે રોમાંસ કરી રહ છું કે જેને જોતા મોટી થઈ છું..?
મુંબઈ, 5 સપ્ટેમ્બર : એક બાજુ ઘણી અભિનેત્રીઓ સલમાન ખાન જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કરવાના સપના સેવતી હોય છે, તો બીજી બાજુ સોનમ કપૂરને સલ્લુભાઈ સાથે રોમાંસ કરવો વિચિત્ર વાત લાગી.
નોંધનીય છે કે સોનમ કપૂર હાલમાં સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. રાજશ્રી પ્રોડક્શન હેઠળ બની રહેલી સૂરજ બરજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો દ્વારા સોનમને પહેલી વાર સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી છે.
સોનમ કપૂરે આ અંગે જણાવ્યું - સૂરજજી અને સલમાન સાથે કામ કરવું અલૌકિક બાબત છે, કારણ કે હું પ્રેમ (સલમાનનું પાત્ર)ને જોતા-જોતા મોટી થઈ છું અને એ જ પ્રેમ સાથે હું રોમાંસ કરી રહી છું. ઓહ માય ગૉડ!
સોનમે વધુમાં ઉમેર્યું - હું સલમાનની ફિલ્મો હમ આપકે હૈં કૌન અને મૈંને પ્યાર કિયા જોતા મોટી થઈ છું અને તે જ પ્રેમ સાથે મારો રોમાંસ કરવો મને અજુગતુ લાગે છે.
જોકે સોનમ કપૂર પોતાની પહેલી જ બૉલીવુડ ફિલ્મ સાવરિયામાં સલમાન ખાન સાથે સ્ક્રીન શૅર કરી ચુક્યાં છે. આમ સ્ક્રીન શૅરની બાબતમાં સોનમને સલમાનનો અનુભવ છે અને સાવરિયામાં પણ સોનમ-સલમાનના રોમાંટિક દૃશ્યો હતા જ, પરંતુ સલમાન સાથે ફુલફ્લૅશ હીરોઇન તરીકે સોનમ પહેલી વાર પ્રેમ રતન ધન પાયોમાં દેખાવાના છે.
ચાલો જોઇએ સાવરિયા ફિલ્મમાં સલમાન-સોનમની તસવીરો :

સલમાન-સોનમનો રોમાંસ
આ દૃશ્ય સાવરિયા ફિલ્મનું છે કે જેમાં સલમાન ખાન અને સોનમ કપૂરે સ્ક્રીન શૅર કરી હતી.

સલમાન-સોનમ થયા કૉઝી
સાવરિયા ફિલ્મમાં કૅમિયો રોલ કરનાર સલમાન ખાન સાથે સોનમ કપૂરે ભરપૂર રોમાંસ કર્યો હતો અને બંને કૉઝી થયા હતાં.

સલમાનની બાહોમાં સોનમ
સલમાન-સોનમ વચ્ચે વયનો મોટો અંતર હોવા છતાં સાવરિયાની આ તસવીર જોઈ કહી શકાય કે બંને વચ્ચે રોમાંટિક સીન્સના શૂટિંગમાં મોટો વાંધો નહીં આવે.

આવતા વર્ષે રિલીઝ
પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં નીલ નિતિન મુકેશ તથા સ્વરા ભાસ્કર પણ સપોર્ટિંગ રોલમાં છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.

ફર્સ્ટ લુક
પ્રેમ રતન ધન પાયોનો ફર્સ્ટ લુક ઘણુ બધુ કહી જાય છે કે જેમાં સલમાન ખાને ધોતી પહેરેલી છે.

મોટા ભાઈ
રાજશ્રીની અગાઉની ફિલ્મોમાં નાના ભાઈનો રોલ કરનાર સલમાન ખાન આ વખતે પ્રેમ રતન ધન પાયોમાં મોટા ભાઈનો રોલ કરનાર છે.

પાંચ વરસ બાદ
સલમાન અને રાજશ્રી પ્રોડક્શન પાંચ વરસ બાદ સાથે કામ કરી રહ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ હમ સાથ સાથ હૈં 1999માં આવી હતી.
