For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેગ્નેન્ટ સોનમ કપૂરે ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કરાવ્યુ ફોટોશૂટ, બોલ્ડ ફોટા થઈ રહ્યા છે વાયરલ

સોનમ કપૂરે પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કરીને મેટર્નિટી ફોટોશૂટ કરાવ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં પોતાની પ્રેગ્નેન્સીના સમયનો આનંદ લઈ રહી છે. પહેલી વાર મા બનવા જઈ રહેલી સોનમ પોતાના આ સમયને ફોટા દ્વારા સાચવીને રાખવા માંગે છે. એવામાં સોનમ કપૂરે પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કરીને મેટર્નિટી ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટના ફોટા સોનમે પોતાના ઈન્સ્ટા પર પણ શેર કર્યા છે.

બ્લેક ડ્રેસમાં દેખાઈ સોનમ

બ્લેક ડ્રેસમાં દેખાઈ સોનમ

સોનમ કપૂરે બ્લેક ડ્રેસ(કફ્તાન)માં આ ફોટોશૂટ કરાવ્યુ છે. બેબી બંપને ફ્લૉન્ટ કરતા તેના આ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા જ વાયરલ થઈ ગયા છે. સોનમના બ્લેક આઉટફિટમાં આ ફોટાને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ફોટો શેર કરીને અભિનેત્રીએ લખી આ વાત

ફોટો શેર કરીને અભિનેત્રીએ લખી આ વાત

પોતાના ફોટા શેર કરીને સોનમ કપૂરે લખ્યુ, 'કાફ્તાન લાઈફ વિધ માય(બેબી ઈમોજી).' સોનમની પોસ્ટ પર તેની મા સુનીતા કપૂરે કમેન્ટ કરીને દિલવાળી ઈમોજી ડ્રૉપ કરી છે. વળી, સામથા રુથ પ્રભુ, ભૂમિ પેડનેકર અને ઘણી સેલિબ્રિટીએ પણ કમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂરે 21 માર્ચ, 2022ના રોજ સોશિયલ મીડિયા પર પતિ આનંદ આહૂજા સાથે એક ફોટો શેર કરીને પોતાના પ્રેગ્નેન્ટ હોવાની માહિતી આપી હતી.

પ્રેગ્નેન્સી પર બોલી સોનમ

પ્રેગ્નેન્સી પર બોલી સોનમ

સોનમ કપૂરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા પોતાના અનુભવ શેર કરીને કહ્યુ કે મા બનવાની આ જર્ની સરળ નથી. તેણે કહ્યુ, તમારુ શરીર દર સપ્તાહે, રોજેરોજ બદલાય છે અને તેમને દર વખતે એક નવો જ અનુભવ થાય છે. ઘણી વાર હું સૂતી નથી કારણકે મારે વારંવાર બાથરુમ જવુ પડતુ હતુ અને ઘણી વાર હું 10-12 કલાક સૂતી હતી અને એ વખતે મને કોઈ પણ ડિસ્ટર્બ નથી કરતુ. જો કે, સોનમ માને છે કે આ એક શાનદાર અનુભવ પણ છે. તેનુ કહેવુ છે કે મા બનવુ કોઈ બ્લેસિંગથી કમ નતી, આ એક ખૂબ જ સારી ફીલિંગ આપે છે.

English summary
Sonam Kapoor flaunts baby bump in black Kaftan, Pics goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X