14 વર્ષની સોનમ કપૂર સાથે જ્યારે શારીરિક અડપલા થયા ત્યારે..

Written By:
Subscribe to Oneindia News

આજના જમાનામાં દરેક યુવતી સાથે ક્યારેક ને ક્યારેક શારીરિક સતામણીનો બનાવ બન્યો હોય અથવા તો એવી ઘટના બનતા બનતા રહી ગઇ હોય છે. આવી પરિસ્થિતિમાં યુવતીઓની સૌથી મોટી ભૂલ એ થાય છે કે તે ગભરાઇને ચૂપ બેસી રહે છે. જ્યારે કે તેમણે સામે આવીને આ વાત બોલવાની જરૂર હોય છે. હાલમાં જ સોનમ કપૂરે આગળ આવીને પોતાની સાથે થયેલા શારીરિક છેડખાનીના બનાવ અંગે જણાવ્યું છે.

sonam kapoor

સોનમ કપૂરે રાજીવ મસંદ સાથેના એક ઇન્ટરવ્યૂમાં એ વાત કબૂલ કરી હતી કે, તેની સાથે સીગર વયમાં ખોટી રીતે શારીરિક છેડખાની કરવામાં હતી. તેણે આ આખી ઘટના ઇન્ટરવ્યૂમાં વર્ણવી હતી, જે ખરેખર આશ્ચર્યજનક છે.

અહીં વાંચો - સંજય દત્તે સલમાનને ઘમંડી કહ્યા એની પાછળનું સાચુ કારણ

સોનમ કપૂરે ખૂબ સાફ શબ્દોમાં પોતાની સાથે થયેલી શારીરિક સતામણીની વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, આ બનાવ થિયેટરમાં બન્યો હતો. હું અક્ષય અને રવિનાની એક ફિલ્મ જોવા થિયેટરમાં ગઇ હતી. મારી સાથે મારી ઘણી બહેનપણીઓ પણ હતી અને ત્યારે હું માત્ર 13-14 વર્ષની હતી.

sonam kapoor

મિડે ડેમાં જણાવ્યા અનુસાર, સોનમ કપૂરે કહ્યું હતું કે, ફિલ્મ દરમિયાન અમને સમોસા ખાવાની ઇચ્છા થઇ અને અમે સમોસા લેવા બહાર આવ્યા. સમોસા લઇને જ્યારે અમે પાછા ફરી રહ્યાં હતા ત્યારે મારી હાઇટના કારણે હું સૌથી પાછળ રહી ગઇ હતી.

હું સમોસા લઇને જતી હતી ત્યારે એક માણસે પાછળથી મને પકડીને મારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. તેણે મારા છાતીના ભાગને અડવાનો પ્રયાસ કરતાં હું સ્તબ્ધ થઇ ગઇ હતી અને મારી આંખમાં પાણી આવી ગયા હતાં. હું ખૂબ ગભરાઇ ગઇ હતી અને પથ્થરની જેમ સ્થિર થઇ ગઇ હતી.

sonam kapoor

ત્યારે હું ખૂબ નાની હતી અને મને અંદાજ પણ નહોતો કે મારી સાથે આવું પણ કંઇ થઇ શકે છે. હું એટલી મૂંઝાઇ ગઇ હતી કે મને પોતાની જાત પર જ શરમ આવતી હતી. મેં 2-3 વર્ષ સુધી આ ઘટના સૌથી છુપાવી હતી, મને ત્યારે એવું લાગતુ જાણે હું ગુનેગાર છું અને મેં કોઇ મોટો ગુનો કર્યો છે.

રાજીવ મસંદના આ શોમાં વિદ્યા બાલન, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ અને રાધિકા આપ્ટે પણ હાજર હતા અને તેમની સાથે ઇન્ટરવ્યૂ આપતી વેળાએ સોનમે આ વાત કરી હતી. સોનમે કહ્યું હતું કે, હું ત્યારે નાની હતી અને મારી સાથે આવી ઘટના બની હતી, આથી હું કહી શકું છું કે નાની ઉંમરમાં જ્યારે કોઇ તમને નિશાન બનાવે ત્યારે કેટલી તકલીફ થતી હોય છે!

English summary
Sonam Kapoor reveals shocking details about her molestation.
Please Wait while comments are loading...