For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનમ કપૂર જલ્દી બનવાની છે મા, પતિ આનંદ સાથે સુંદર ફોટો શેર કરીને આપી ખુશખબરી

ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર મોટી માહિતી શેર કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર મોટી માહિતી શેર કરી છે. સોનમ કપૂર જલ્દી મા બનવાની છે અને આ વિશે માહિતી સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટા અને પોસ્ટ દ્વારા પોતાના ફેન્સ સાથે શેર કરી છે. સોનમ કપૂરે પોતાના પતિ આનંદ આહૂજા સાથેનો ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાનુ બેલી બતાવી રહી છે. સોનમ કપૂરે ઈન્સ્ટા પોસ્ટ દ્વારા લોકોને માહિતી આપીને લખ્યુ અમે તારુ સ્વાગત કરવાની રાહ નથી જોઈ શકતા.

શેર કરી સુંદર પોસ્ટ

શેર કરી સુંદર પોસ્ટ

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સોનમ કપૂરે લખ્યુ, અમે તને સારી રીતે પાળીશુ, બે દિલ, જે એકસાથે ધડકશે, દરેક રસ્તે એક સાથે ધડકશે. એક પરિવાર જે તને અઢળક પ્રેમ અને સાથ આપશે. અમે આતુરતાથી તારા સ્વાગતની રાહ જોઈ રહ્યા છીએ. સોનમ કપૂરે પોતાના પતિ સાથે પોતાના બેબી બંપને ફ્લૉન્ટ કરીને ત્રણ સુંદર ફોટા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા શેર કર્યા છે. આ પોસ્ટ પર લાખો લોકો પોતાની પ્રતિક્રિાય આપી રહ્યા છે અને તમામ સેલેબ્ઝ તેને અભિનંદન આપી રહ્યા છે.

સેલેબ્ઝ આપી રહ્યા છે અભિનંદન

સેલેબ્ઝ આપી રહ્યા છે અભિનંદન

સોનમ કપૂરને આ ખુશખબરી પર ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂરે અભિનંદન આપ્યા છે. કરિશ્મા કપૂરે કમેન્ટ કરીને લખ્યુ, તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. વળી, જેકલીન ફર્નાન્ડિસે લખ્યુ, સોન્સ અને આનંદ અભિનંદન. મલાઈકા અરોરા, અનન્યા પાંડે, વરુણ ધવન, માધુરી દીક્ષિત, રણવીર સિંહ, ડબ્બુ રત્નાની, શ્રેયા ઘોષાલે પણ સોનમ અને આનંદને આ ખુશખબરી આપી છે. વળી, જ્હાનવી કપૂરે લખ્યુ, ઓહ માય ગોડ, વ્હાટ.

2018માં થયા હતા લગ્ન

2018માં થયા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે સોનમ કપૂર અને આનંદ આહૂજાના મે 2018માં લગ્ન થયા હતા. સોનમ કપૂર અનિલ કપૂર અને સુનીતા કપૂરની મોટી દીકરી છે. લગ્ન પછીથી સોનમ કપૂરના પ્રેગ્નેન્ટ હોવાના ઘણી વાર સમાચાર સામે આવ્યા. ગયા વર્ષે જૂલાઈ મહિનામાં પણ આ પ્રકારની અફવાઓ સામે આવી હતી. સોનમે એક વીડિયો શેર કર્યો જેમાં તે એક ગરમ ડ્રિંક પીતી દેખાઈ રહી છે. જેમાં લખ્યુ, ગરમ પાણીની બોટલ અને આદુવાલી ચા પી રહી છુ પોતાના પીરિયડના પહેલા દિવસે.

ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી

ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી

તમને જણાવી દઈએ કે સોનમ કપૂર છેલ્લી વાર મોટા પડદે 2019માં ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી. સોનમ પોતાના પિતા અનિલ કપૂર સાથે એક વર્સેજ એકેમાં પણ જોવા મળી હતી જેમાં અનુરાગ કશ્યપ પણ હતા. આને નેટફ્લિક્સ પર 2020માં રીલિઝ કરવામાં આવી હતી. આનંદ અને સોનમ લંડન સ્થિત પોતાના ઘરમાં રહે છે અને તે ઘણી વાર દિલ્લી અને મુંબઈ આવતા રહે છે. ગયા વર્ષે અનિલ કપૂરએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે દરેક માતા-પિતાની જેમ હું અને સુનીતા સોનમને મિસ કરીએ છીએ જ્યારે તે અમારાથી દૂર હોય છે, અમે હંમેશા તેની ચિંતા કરતા રહીએ છીએ.

English summary
Sonam Kapoor set to become mother shares beautiful post with husband Anand Ahuja
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X