અને સાચે જ ડૉલી બની ગઈ અનિલ કપૂરની ડૉલ!

મુંબઈ, 1 મે : બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની ઢિંગલી સોનમ કપૂર હવે બૉલીવુડમાં સારી એવી નામના ધરાવે છે અને તાજેતરમાં જ તેઓ એક ઇવેંટમાં સાચે જ ડૉલ બનીને પહોંચ્યા હતાં.

સોનમ કપૂર એમ તો ફૅશન સ્ટાઇલિસ્ટ ગણાય છે અને તેઓ વિવિધ પ્રકારના પ્રયોગો કરતાં હોય છે. આ જ ક્રમમાં તાજેતરમાં સોનમ કપૂર ડૉલનો અવતાર ધરી લોરિયલના એક કાર્યક્રમમાં પહોંચી ગયાં. આ પ્રસંગે સોનમ કપૂરે લોરિયલ પેરિસ મેક-અપ કલેક્શન લૉન્ચ કર્યુ હતું.

ગત વર્ષે રાંઝણા જેવી સુપર હિટ ફિલ્મ આપનાર સોનમ કપૂરના અભિનયના વખાણ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ માટે પણ થયા હતાં, તો સોનમની આગામી ફિલ્મોમાં તેમના આ ઇવેંટના રૂપ પ્રમાણે ડૉલી કી ડોલીનો સમાવેશ થાય છે. સોનમ કપૂર રેખાની ફિલ્મ ખૂબસૂરતની રીમેકમાં પણ કામ કરી રહ્યાં છે.

ચાલો જોઇએ સોનમના ડૉલ અવતારની તસવીરો :

અનિલની દીકરી કહેવાતા ખુશી

અનિલની દીકરી કહેવાતા ખુશી

સોનમે કહ્યું - મારા પપ્પા દુનિયાના બેસ્ટ પપ્પા છે અને મને બહુ ખુશી થાય છે કે જ્યારે લોકો મને અનિલની દીકરી કહી બોલાવે છે.

પપ્પાની દરેક ફિલ્મ પસંદ

પપ્પાની દરેક ફિલ્મ પસંદ

સોનમે કહ્યું - મને મારા પપ્પાની લગભગ દરેક ફિલ્મ બહુ પસંદ છે. મારા પપ્પા અનિલ જ મારા ફૅવરિટ હીરો છે અને આ વાતનો મને ગર્વ પણ છે.

રાંઝણાએ બદલી કિસ્મત

રાંઝણાએ બદલી કિસ્મત

પાંચ વર્ષના બૉલીવુડ કૅરિયરમાં સોનમ કપૂરને અપેક્ષિત સફળતા નહોતી મળી, પરંતુ પપ્પાના પ્રોડક્શન હેઠળ આવેલી રાંઝણા દ્વારા સોનમે પહેલી વાર સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ફિલ્મ બાદ લોકોના મનમાં સોનમની છબી બદલાઈ ગઈ છે.

ખૂબસૂરતમાં સોનમ

ખૂબસૂરતમાં સોનમ

સોનમ કપૂર આજકાલ પપ્પાના પ્રોડક્શન હેઠળ જ વધુ એક ફિલ્મ ખૂબસૂરતમાં કામ કરી રહ્યાં છે. એંસીના દાયકાની સુપરહિટ ફિલ્મ ખૂબસૂરતની રીમેકનું દિગ્દર્શન સોનમના બહેન રિયા કપૂર કરી રહ્યાં છે. જોકે રીયાએ આ અગાઉ સોનમ સાથે બનાવીલ ફિલ્મ આયશા ફ્લૉપ નિવડી હતી.

પરિવાર સાથે કામ મુશ્કેલ

પરિવાર સાથે કામ મુશ્કેલ

સોનમ કપૂરે ખૂબસૂરત ફિલ્મ અંગે જણાવ્યું - પરિવારના સભ્યો સાથે કામ કરવું મુશ્કેલ હોય છે, કારણ કે તેઓ આપની પાસે વધુ અપેક્ષાઓ રાખે છે. આપે પોતાનો સર્વશ્રેષ્ઠ વ્યવહાર કરવો પડશે. આપે સમય પર પહોંચવાની જરૂર પડશે. પોતાની તમામ લાઇનો યાદ રાખવી પડશે.

રેખાને ન લેવાનો અફસોસ

રેખાને ન લેવાનો અફસોસ

અગાઉ કહેવાતુ હતું કે રેખાની ફિલ્મ ખૂબસૂરતની રીમેકમાં રેખા મહેમાન કલાકાર તરીકે દેખાશે, પરંતુ સોનમે કહ્યું - દુર્ભાગ્યે અમે રેખાને અતિથિ ભૂમિકામાં ન લઈ શક્યાં, પરંતુ તેઓ મારા પરિવારના નજીકના મિત્રોમાંના એક છે. અમને હંમેશા તેમના આશીર્વાદની જરૂર છે. તેમની દુઆઓ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X