લુક હૂઝ ટૉકિંગ માટે હૉટ બન્યાં સોનમ : કિમ કરતા જરાય ઉતરે નહીં...

મુંબઈ, 21 જૂન : બૉલીવુડના સ્ટાઇલિશ ગર્લ સોનમ કપૂર આજકાલ ચૅટ શો લુક હૂઝ ટૉકિંગ માટે સજ્જ થઈ રહ્યાં છે. તેઓ આ શો અંગે મીડિયા સાથે વાતચીત કરવા આવ્યા, ત્યારે પણ પોતાની ખાસ સ્ટાઇલના કારણે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં. આ ચૅટ શો જાણીતા સ્ક્રીનરાઇટર નિરંજન આયંગર દ્વારા સંચાલિત છે.

સોનમ કપૂર આ ચૅટ શો માટે ટૉની મૅટિસેવ્સ્કી દ્વારા ક્રિએટેડે વસ્ત્રોમાં ખૂબ જ શટરબગ્સ લાગતા હતાં. નિરંજન આયંગરે સોનમ કપૂર પ્રત્યે આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું - સોનમ કપૂર સાથે લુક હૂઝ ટૉકિંગ શો મજાનો રહ્યો અને યાદગાર ક્ષણો રહી.

નોંધનીય છે કે સોનમ કપૂર હાલમાં ખૂબસૂરત તથા ડૉલી કી ડોલી ફિલ્મોના શૂટિંમાં વ્યસ્ત છે. તેમની છેલ્લી ફિલ્મ બેવકૂફિયાં હતી કે જેમાં તેમના હીરો આયુષ્માન ખુરાના હતાં. જોકે બેવકૂફિયાં ફિલ્મને અપેક્ષિત સફળતા નહોતી મળી.

હવે જુઓ ચૅટ શોમાં કેવા લુકમાં પહોંચ્યા સોનમ કપૂર અને કેમ તેઓ કિમ કાર્દશિયન કરતા જરાય ઓછા નથી ઉતરતાં ?

ચૅટ શો માટે સજ્જ સોનમ

ચૅટ શો માટે સજ્જ સોનમ

સોનમ કપૂરે તાજેતરમાં જ નિરંજન આયંગરના ચૅટ લુક હૂઝ ટૉકિંગમાં ભાગ લીધો.

ખાસ સ્ટાઇલ

ખાસ સ્ટાઇલ

સોનમ કપૂર પોતાની ખાસ સ્ટાઇલ માટે જાણીતા છે અને આ શોમાં પણ તેઓ ખાસ સ્ટાઇલિશ કપડા પહેરીને પહોંચ્યા હતાં.

આકર્ષક સોનમ

આકર્ષક સોનમ

સોનમ કપૂર આ કપડામાં ખૂબ જ આકર્ષક લાગતા હતાં અને નિરંજન આયંગર પોતે પણ ઇમ્પ્રેસ થયા હતાં.

હતાશ નથી સોનમ

હતાશ નથી સોનમ

સોનમ કપૂરને બૉલીવુડમાં રાંઝણા દ્વારા સફળતા મળી અને તેમની છેલ્લી ફિલ્મ બેવકૂફિયાં ફ્લૉપ રહી, પરંતુ તેઓ હતાશ નથી.

વ્યસ્ત સોનમ

વ્યસ્ત સોનમ

સોનમ કપૂર હાલમાં પણ ખૂબ જ વ્યસ્ત છે. તેમના હાથ ઉપર ખૂબસૂરત અને ડૉલી કી ડોલી જેવી મહત્વની ફિલ્મો છે.

કિમ સે કમ નહીં

કિમ સે કમ નહીં

હૉલીવુડમાં પોતાની ખાસ સ્ટાઇલ માટે જાણીતા કિમ કાર્દશિયન કરતા સોનમ કપૂર જરાય ઓછા આવે તેમ નથી. (વાંચો બ્રા-લેસ થઇ કિમ કાર્દશિયન)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X