ભારતીય આયટમ સૉંગ કરવા માંગે છે સોનમ કપૂર
મુંબઈ, 7 મે : બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર કહે છે કે તેઓ ટુંકમાં જ કોઈ ફિલ્મમાં એક ભારતીય આયટમ સૉંગ ઉપર નૃત્ય કરવા માંગે છે. સોનમે પોતાની આવનાર ફિલ્મ રાંઝણામાં થોડુ-ઘણું પરમ્પરાગત ભારતીય નૃત્ય કર્યું છે.

27 વર્ષીય સોનમે જણાવ્યું - મને લાગે છે કે આપણી ફિલ્મોમાં પરમ્પરાગત ભારતીય નૃત્યો નથી દર્શાવાતાં. હું પોતાની કોઈ ફિલ્મમાં ટુંકમાં જ પરમ્પરાગત ભારતીય નૃત્ય કરવા માંગુ છું. બૉલીવુડની માંડ કોઈ ફિલ્મમાં ભારતીય નૃત્યની ઝલક જોવા મળે છે. મેં છેલ્લે ઓમ શાંતિ ઓમમાં દીપિકા પાદુકોણે તથા અગ્નિપથમાં કૅટરીના કૈફને નૃત્ય કરતાં જોયા હતાં.
નૃત્ય અંગે પોતાની પૃષ્ઠભૂમિ અંગે વાત કરતાં સોનમ કપૂરે જણાવ્યું - હું એક તાલીમ પ્રાપ્ત શાસ્ત્રીય નૃત્યાંગના છું. હાલમાં પણ હું નૃત્યની તાલીમ લઈ રહી છું.
નોંધનીય છે કે સોનમ કપૂર આનંદ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મમાં અભિનેતા ધનુષ તથા અભય દેઓલ સાથે આવી રહ્યાં છે. આ ફિલ્મ આગામી 21મી જૂને રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
