‘તૌરાની સાથે કામ કરવાના ઉત્સાહમાં સાઇન કરી રમૈયા વસ્તાવૈયા’
મુંબઈ, 17 મે : બૉલીવુડ અભિનેતા સોનૂ સૂદ ફિલ્મકાર રમેશ તૌરાની સાથે કામ કરવાં એટલા બધા ઉત્સાહિત હતાં કે તેમણે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ રમૈયા વસ્તાવૈયા ફિલ્મ સાઇન કરી નાંખી.

રમેશ તૌરાની આ ફિલ્મ દ્વારા પોતાના પુત્ર ગિરીશ કુમારને લૉન્ચ કરી રહ્યાં છે. પ્રભુ દેવા દિગ્દર્શિત રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં શ્રુતિ હસન હીરોઇન છે.
દબંગ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં નામના મેળનાર 40 વર્ષીય સોનૂ સૂદે જણાવ્યું - હું કૅનેડા હતો. ત્યારે મને આ ફિલ્મની ઑફર મળી અને મેં વાર્તા વાંચ્યા વગર જ તેને સ્વીકારી લીધી. મેં તરત જણાવ્યું કે હાં, હું આ ફિલ્મમાં કામ કરીશ. તેમણે જણાવ્યું - મેં એવું એટલા માટે કર્યું, કારણ કે જ્યારે 10 વર્ષ અગાઉ હું મુંબઈ આવ્યો હતો, ત્યારે હું રમેશને મળ્યો હતો. મેં પૂછ્યું, મને ક્યારે ફિલ્મ મળશે? રમેશે જણાવ્યુ હતું કે ટુંકમાં જ મળશે, પરંતુ તેમણે મને ફિલ્મમાં લેવામાં દસ વરસનો સમય લગાડ્યો.
નોંધનીય છે કે રમૈયા વસ્તાવૈયા ફિલ્મ 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે. દિગ્દર્શક પ્રભુ દેવા અને કલાકારો ગિરીશ કુમાર તથા શ્રુતિ હસન હાલ ફિલ્મના પ્રમોશનમા વ્યસ્ત છે.












Click it and Unblock the Notifications
