For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઈટી સર્વેમાં મોટો આરોપ, સોનૂ સૂદે બેહિસાબ પૈસા જમા કર્યા, અત્યાર સુધી કરી 20 કરોડથી વધુની ટેક્સ ચોરી

બૉલિવુડ અભિનેતા સોનૂ સૂદના ઘર સહિત 6 સ્થળોએ થયેલ આવકવેરા વિભાગના સર્વેનો હવે મોટો ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા સોનૂ સૂદના ઘર સહિત 6 સ્થળોએ થયેલ આવકવેરા વિભાગના સર્વેનો હવે મોટો ખુલાસો થયો છે. આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે 15 સપ્ટેમ્બરે અભિનેતાના મુંબઈ સ્થિત ઘર અને ઑફિસમાં ટેક્સ સાથે જોડાયેલો સર્વે કર્યો હતો. વિભાગને ટેક્સ ચોરીના આરોપમાં સોનૂ સૂદ સામે મોટી લીડ મળી હતી ત્યારબાદ સોનૂ સૂદની કંપની સામે સર્વે શરૂ કર્યો હતો. હવે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(CBDT)માંથી મળેલી માહિતી મુજબ અભિનેતા સોનૂ સૂદ પર આવકવેરા વિભાગના છાપા બાદ અત્યાર સુધી સામે આવેલ ટેક્સ ચોરીની કુલ રકમ 20 કરોડ રૂપિયાથી વધુ છે.

28 પરિસરો પર પાડી સતત રેડ

28 પરિસરો પર પાડી સતત રેડ

મુંબઈમાં અભિનેતાના ઘણા પરિસરોમાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં લાગેલા લખનઉ સ્થિત ઔદ્યોગિક સમૂહમાં સર્ચ અને સીઝ ઑપરેશન ચલાવ્યુ છે. સીબીડીટી મુજબ જેમાં મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્લી, ગુરુગ્રામ સહિત કુલ 28 પરિસરો પર સતત રેડ પાડવામાં આવી. અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરોની સર્ચ દરમિયાન ટેક્સ ચોરી સાથે સંબંધિત વાંધાજનક પુરાવા મળ્યા છે.

ટેક્સ ચોરી સાથે સંબંધિત વાંધજનક પુરાવા મળ્યા

ટેક્સ ચોરી સાથે સંબંધિત વાંધજનક પુરાવા મળ્યા

સોનૂ સૂદ તરફથી અપાતી મુખ્ય કાર્યપ્રણાલી ઘણી નકલી સંસ્થાઓ પાસેથી નકલી અસુરક્ષિત લોન તરીકે પોતાની બેહિસાબ આવકને રૂટ કરવાની હતી જેમાં અત્યાર સુધી ટેક્સ ચોરીની કુલ રકમ 20 કરોડ રૂપિયાથી વધુ સામે આવી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે સોનૂ સૂદને આપ સરકાર તરફથી ચલાવવામાં આવેલ એક પ્રોગ્રામ દેશના મેન્ટોરનો બ્રાંડ એમ્બેસેડર પણ બનાવ્યા હતા. જો કે આ ઈનકમ ટેક્સની કાર્યવાહીને લઈને આપે ભાજપ પર નિશાન સાધીને દ્વેષપૂર્ણ કાર્યવાહી ગણાવી છે

કોરોના કાળમાં દિલ ખોલીને કરી મદદ

કોરોના કાળમાં દિલ ખોલીને કરી મદદ

તમને જણાવી દઈએ કે સોનૂ સૂદે એ વખતે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે કોરોનાની પહેલી લહેર દરમિયાન લોકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. તેમણે દેશ અને વિદેશમાં ફસાયેલા ભારતીયોને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડીને જોરદાર પ્રશંસા મેળવી હતી. વળી, એક વાર ફરીથી કોરોનાની બીજી લહેર દરમિયાન ઑક્સિજન અને દવાઓથી લઈને હોસ્પિટલમાં કોવિડ બેડ સુધી માટે સોનૂ સૂદે દર્દીઓની મદદ કરી હતી ત્યારબાદ તે સતત સોશિયલ મીડિયા પર છવાયેલા હતા. મદદ માટે લોકો તેમના ઘરના દરવાજા સુધી પહોંચી જતા. સોનૂ પણ લોકોની દિલ ખોલીને મદદ કરી રહ્યા હતા.

English summary
Sonu sood total amount of tax evaded unearthed so far amounts to more than Rs 20 crore says CBDT.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X