For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'18000 ભારતીય છાત્ર અને ઘણા પરિવાર...' યુક્રેનને લઈને આ વાત પર છલકાયુ સોનૂ સૂદનુ દર્દ

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને અભિનેતા સોનૂ સૂદનુ પણ દર્દ છલકાયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ યુક્રેન પર રશિયાના હુમલાથી દુનિયામાં ત્રીજુ વિશ્વયુદ્ધનુ સંકટ ઉભુ થઈ ગયુ અને યુદ્ધના પહેલા દિવસે જ 137 લોકો માર્યા ગયાના સમાચાર છે. ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો અને રાજધાની કીવને નિશાન બનાવીને બૉમ્બમારો કર્યો. બંને દેશો વચ્ચે છેડાયેલા યુદ્ધથી ભારતના એ છાત્રો પર પણ સંકટ ઉભુ થઈ ગયુ છે જે અભ્યાસ કરવા માટે યુક્રેન ગયા હતા. જો કે, ભારત સરકારે કહ્યુ છે કે તે પોતાના નાગરિકોને યુક્રેનથી કાઢવા માટે દરેક સંભવ પ્રયત્નો કરી રહ્યા છે. આ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને અભિનેતા સોનૂ સૂદનુ પણ દર્દ છલકાયુ છે.

'ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે...'

'ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે...'

સોનૂ સૂદે ગુરુવારે ટ્વિટ કરીને કહ્યુ, 'યુક્રેનમાં 18 હજાર ભારતીય છાત્ર અને ઘણા પરિવાર ફસાયેલા છે...મને વિશ્વાસ છે કે સરકાર તેમને પાછા લાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી હશે. હું ભારતીય દૂતાવાસને ભલામણ કરુ છુ કે એ લોકોને યુક્રેનથી બહાર લાવવા માટે કોઈ વૈકલ્પિક રસ્તો શોધે. હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે ત્યાં ફસાયેલા બધા લોકો સુરક્ષિત રહે.'

પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત

પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત

તમને જણાવી દઈએ કે સોનૂ સૂદ ઉપરાંત ઘણી બૉલિવુડ હસ્તીઓએ પણ આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. વળી, ભારત સરકારે સતત યુક્રેનમાં ફસાયેલ ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને દિલ્લીમાં એક કંટ્રોલ રુમ પણ બનાવ્યો છે. યુક્રેન પર હુમલા વચ્ચે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. આ પહેલા ભારતમાં યુક્રેનના રાજદૂતે પ્રેસ કૉન્ફરન્સ કરીને પીએમ મોદીને વિનંતી કરી કે તે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને યુદ્ધ રોકવાની કોશિશ કરે.

યુક્રેને બંધ કર્યા પોતાના એરસ્પેસ

યુક્રેને બંધ કર્યા પોતાના એરસ્પેસ

વળી, ગુરુવારે યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સની એક ફ્લાઈટ 182 ભારતીયોને લઈને સવારે લગભગ 8 વાગે દિલ્લી પહોંચી જેમાં મોટાભાગના છાત્રો જ હતો. જો કે, રશિયાના હુમલાની થોડી વાર બાદ જ યુક્રેને પોતાના એર સ્પેસને બંધ કરવાનુ એલાન કરી દીધુ. ત્યારબાદ ભારતીય દૂતાવાસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ કે નાગરિકોને સુરક્ષિત કાઢવા માટે વૈકલ્પિક રસ્તાની મદદ લેવામાં આવશે. ભારતીય દૂતાવાસે પોતાની ત્રીજી એડવાઈઝરીમાં કહ્યુ છે કે યુક્રેનની સ્થિતિ હાલમા અસ્થિર છે પરંતુ ભારતીય નાગરિક પરેશાન ના થાય અને જ્યાં પણ છે ત્યાં ખુદને સુરક્ષિત રાખે.

English summary
Sonu Sood tweets over Russia Ukraine Conflict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X