સૂરજ પંચોલી 13મી જૂન સુધી પોલીસ કસ્ટડીમાં
મુંબઈ, 11 જૂન : જિયા ખાનના સુસાઇડ લેટરે સૂરજ પંચોલીનું જીવન સમ્પૂર્ણપણે બદલી નાંખ્યું છે. સૂરજ પંચોલીની પોલીસે ગઈકાલે રાત્રે પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી અને આજે કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે સૂરજને 13મી જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

સૂરજ પંચોલીનો પરિવાર અદાલત દ્વારા અપાયેલ આ આદેશથી આઘાતમાં છે. એક તરફ સૂરજ પંચોલી સામે જિયા ખાન આત્મહત્યા કેસની તલવાર લટકી રહી છે, તો બીજી બાજુ અચાનક જ પોલીસે સૂરજને કસ્ટડીમાં લેવાની વાત કરી તેમને પરેશાન કરી મૂક્યાં છે. જિયા ખાન દ્વારા આત્મહત્યા કરાયા બાદ તેમનું સુસાઇડ લેટર મળી આવ્યુ હતું. જિયા ખાને લેટરમાં પ્રેમ અને વિશ્વાસઘાતની વાતલખી હતી. તેઓ સૂરજના બાળકના માતા બનવાના હતાં, પરંતુ તેમણે ગર્ભપાત કરાવી લીધુ હતું.
જિયા ખાનના માતા રાબિયા ખાને સૂરજ સામે તેમના દીકરીનો યૂઝ કરવાનો આરોપ લગાવ્યો છે. સૂરજ પંચોલીએ જિયા ખાન પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ્સ પણ લીધી હતી.












Click it and Unblock the Notifications
