For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીડિયા સાથે વાતચીત નહીં કરે સૂરજ : આદિત્ય પંચોલી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જુલાઈ : જિયા ખાન આત્મહત્યા કેસના મુખ્ય આરોપી સૂરજ પંચોલીને આજે સાંજે જેલમાંથી છોડી મૂકવામાં આવશે, પરંતુ સૂરજ જેલમાંથી બહાર આવ્યા બાદ મીડિયા સાથે કોઈ પણ જાતનું ઇંટરેક્શન નહીં કરે. આ નિર્ણય છે સૂરજના પિતા બૉલીવુડ અભિનેતા આદિત્ય પંચોલીનો. સૂરજ જેલથી નિકળી સીધા ઘરે જશે. તેમના પિતા આદિત્ય અને માતા ઝરીના વહાબ તેમને લેવા જેલ જશે, પરંતુ તેમાંનો કોઈ પણ મીડિયા સાથે વાત નહીં કરે.

sooraj-jiah

જોકે મીડિયાએ અત્યારથી જ મુંબઈની આર્થર રોડ જેલ બહાર ગિરદી લગાવી દીધી છે, પરંતુ આદિત્ય પંચોલીએ જણાવી દીધું છે કે તેઓ અને તેમનો પરિવાર હાલ કોઈની સાથે વાત નહિં કરે. સૂરજ પંચોલીને ગઈકાલે મુંબઈ હાઈકોર્ટે એમ જણાવતાં જામીન આપ્યા હતાં કે જિયા ખાન આત્મહત્યા કેસ માટે એકલા સૂરજ પંચોલી જ જવાબદાર ન ગણી શકાય.

દરમિયાન સૂરજ પંચોલીને આજે સાંજે આર્થર રોડ જેલમાંથી મુક્તિ મળશે. સૂરજ પંચોલી ત્યાંથી સીધા પોતાના ઘરે જશે અને મીડિયા સાથે કોઈ પણ જાતની વાતચીત નહીં કરે. આદિત્ય પંચોલીએ મીડિયાને મૅસેજ મોકલી જણાવ્યું - અમને કોર્ટની નોટિસ મળી ગઈ છે અને સૂરજ પંચોલી 4થી 5 વાગ્યા સુધી જેલમાંથી ઘરે આવશે, પરંતુ તેઓ મીડિયા સાથે કોઈ પણ જાતની કોઈ વાતચીત નહીં કરે અને નથી અમારામાંથી પણ કોઈ ઇંટરવ્યૂ આપવાનું છે.

English summary
Sooraj pancholi will go to home from Arthur Jail today around 4 to 5 Pm. Aditya Pancholi sent message to media that Sooraj Pancholi will not goive any interviews to media. Sooraj will directly go to home and will not inrecat with media today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X