Pics : રૅમ્પ પર દુલ્હનની જેમ ચમક્યાં સોફી-જૅકલીન
મુંબઈ, 25 જુલાઈ : ઇન્ડિયા બ્રાઇડલ ફૅશન વીકના બીજા દિવસે સોફી ચૌધરી તથા જૅકલીન ફર્નાન્ડીઝે દુલ્હનની જેમ રૅમ્પ વૉક કર્યું અને લોકોના મન મોહી લીધાં. ઇસક ફિલ્મના હીરો પ્રતીક બબ્બર તથા હીરોઇન અમાયરા દસ્તૂરે પણ રૅમ્પ પર વૉક કર્યું.
સોફી ચૌધરીએ આ ફૅશન શોમાં બીજા દિવસે રીના ઢાકા દ્વારા ડિઝાઇન કરાયેલ બહુરંગી ચોળી સાથે નારંગી તેમજ લીલા રંગના લહેંગામાં હાજર હતાં. તેમણે આછા માટી કલરના દુપટ્ટાથી માથા ઉપર પાલવ નાંખ્યો હતો કે જે દુલ્હનનો લુક દર્શાવતો હતો. બુધવારની રાત્રે શો ખતમ થયા બાદ 32 વર્ષીય સોફીએ જણાવ્યું - મને રીનાની ડિઝાઇનો બહુ ગમે છે. રીના પોતાના સંગ્રહવડે દરેક મહિલાને મોહક અને સુંદર બનાવે છે. તેથી જ હું અહીં તેમના માટે રૅમ્પ ઉપર ઉતરી.
દરમિયાન રોમાંસ પ્રધાન ફિલ્મ ઇસકમાં મુખ્ય ભૂમિકા ભજવનાર બૉલીવુડ અભિનેતા પ્રતીક બબ્બર તેમજ અમાયરા દસ્તૂરે પણ રૅમ્પ પર પ્રદર્શન કર્યું. પ્રતીકે મખલમની કાળી શેરવાની તેમજ અમાયરાએ આકર્ષક શરાર પહેર્યુ હતું, તો જૅકલીન ફર્નાન્ડીઝ પણ આ શોમાં આકર્ષક લાગતા હતાં. જૅકલીને જ્યોત્સના તિવારી દ્વારા ડિઝાઇન કરાયેલ પોશાકો પહેરી રૅમ્પ ઉપર વૉક કર્યું.
આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ વધુ વિગતો :

પ્રતીક-અમાયરા
ઇસક ફિલ્મના હીરો પ્રતીક બબ્બર તથા અમાયરા દસ્તૂરે પણ રીના ઢાકા દ્વારા ડિઝાઇન કરાયેલ પોશાકો પહેરી રૅમ્પ પર વૉક કર્યું. ઇસક આવતીકાલે રિલીઝ થઈ રહી છે.

આકર્ષક જૅકલીન
જૅકલીન ફર્નાન્ડીઝ ફૅશન શોમાં આકર્ષક લાગતા હતાં. જૅકલીને જ્યોત્સના તિવારી દ્વારા ડિઝાઇન કરાયેલ પોશાકો પહેરી રૅમ્પ ઉપર વૉક કર્યું.

દુલ્હન સોફી
સોફી ચૌધરીએ આ ફૅશન શોમાં બીજા દિવસે રીના ઢાકા દ્વારા ડિઝાઇન કરાયેલ બહુરંગી ચોળી સાથે નારંગી તેમજ લીલા રંગના લહેંગામાં હાજર હતાં. તેમણે આછા માટી કલરના દુપટ્ટાથી માથા ઉપર પાલવ નાંખ્યો હતો કે જે દુલ્હનનો લુક દર્શાવતો હતો.

સોફી-જૅકલીન બન્યાં આકર્ષણ
ઇન્ડિયા ફૅશન વીકમાં સોફી ચૌધરી તેમજ જૅકલીન ફર્નાન્ડીઝ આકર્ષણના કેન્દ્રમાં રહ્યાં.












Click it and Unblock the Notifications
