For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસપી બાલાસુબ્રમણ્યમના રાજકીય સમ્માન સાથે આજે અંતિમ સંસ્કાર

એસપી બાલાસુબ્રમણ્યમના આજે રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ પોતાના સુરીલા અવાજ અને શાનદાર વ્યક્તિત્વ દ્વારા લોકોના દિલો પર રાજ કરનાર સંગીતકાર એસપી બાલાસુબ્રમણ્યમનુ શુક્રવારે નિધન થઈ ગયુ. સંગીતકાર એસપી બાલાસુબ્રમણ્યમનુ પાર્થિવ શરીર શુક્રવારે રાતે ચેન્નઈની બહાર રેડ હિલ્સ પર સ્થિત ફાર્મ હાઉસ પર લાવવામાં આવ્યુ. તેમના પાર્થિવ શરીરને ફાર્મ હાઉસ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમનુ આજે રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

sp bala

તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ શુક્રવારે કહ્યુ કે પ્રસિદ્ધ ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમના અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે. તેમણે એક અધિકૃત જાહેરાતમાં આની ઘોષણા કરી. એસ પી બાલાસુબ્રમણ્યમને પોલિસ બંદૂકોની સલામી આપીને અંતિમ વિદાય આપશે. એસપી બાલાસુબ્રમણ્યમને 5 ઓગસ્ટે કોરોના પૉઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

52 દિવસો સુધી કોરોના સંક્રમણ સામે લડ્યા બાદ શુક્રવારે એસપી બાલાસુબ્રમણ્યમે અંતિમ શ્વાસ લીધા. રજનીકાંત, સલમાન ખાન સહિત ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. એસપી બાલાસુબ્રમણ્યમે 17 ભાષાઓમાં 41,230 ગીતો ગાયા છે. તેમણે 15 ડિેસેમ્બર, 1966ના રોજ પાર્શ્વ ગાયક તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વિવિધ શ્રેણીઓમાં 25 નંદી પુરસ્કાર તેમણે મેળવ્યા છે.

યુક્રેનમાં દૂર્ઘટનાનો શિકાર બન્યુ એરફોર્સનુ વિમાન, 22ના મોતયુક્રેનમાં દૂર્ઘટનાનો શિકાર બન્યુ એરફોર્સનુ વિમાન, 22ના મોત

English summary
SP Balasubrahmanyam will be given state funeral with gun salute today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X