બાદશાહ-દબંગ થયા એક, ખાન વૉરના અંતના એંધાણ!
મુંબઇ, 22 જુલાઇઃ બૉલીવુડ માટે રવિવાર રાત્રે એક એવી ઘટના ઘટી, જે લગભગ અસંભવ માનવામાં આવી રહી હતી. વિવાદ ભુલીને સલમાન ખાન અને શાહરુખ ખાન બન્ને એકબીજાને મળ્યા, પાંચ વર્ષ પહેલા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બન્ને એકબીજા સાથે વાત સુદ્ધા કરવાનું પસંદ કરતા નહોતા.
રવિવારે સાંજે મુંબઇના બાંદ્રા વેસ્ટથી કોંગ્રેસ એમએલએ બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં ઉક્ત બન્ને અભિનેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બન્ને ત્યાં પહોંચ્યા અને એ થયું જેની કલ્પના કોઇએ કરી નહીં હોય.
પાર્ટીમાં પહોંચેલા બૉલીવુડ સ્ટાર્સ શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે 2008માં કેટરીના કૈફની પાર્ટીમાં ઝઘડો થયો હતો. ત્યારબાદ બન્નેને જ્યારે પણ પ્રશ્ન કરવામાં આવતો હતો, ત્યારે બન્ને આ પ્રશ્નને ટાળી દેતા હતા અથવા તો એવું કંઇ કહેતા કે બબાલ મચી જતી હતી.

સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં બન્ને સ્ટાર પહોંચ્યા
રવિવારે કોંગ્રેસના ધારાસભ્ય બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં બન્ને સ્ટાર પહોંચ્યા, આ દરમિયાન સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ પાર્ટીમાં હતા. સિદ્દીકી જ્યારે સલમાનને બીજા મહેમાનો સાથે મિલાવી રહ્યાં હતા, તો શાહરૂખના ટેબલ સુધી પહોંચી ગયા, સિદ્દીકીએ બન્નેને મેળવવાની ઔપચારિકતા નિભાવી.

સલમાને શાહરૂખ તરફ હાથ વધાર્યો
ત્યારબાદ સલમાને શાહરૂખ તરફ હાથ વધાર્યો. શાહરૂખે પણ કોઇપણ જાતનો વિલંબ કર્યા વગર સલમાન સાથે હાથ મિલાવી લીધો હતો. ત્યારબાદ શાહરૂખ પોતાની ખુરશી પરથી ઉઠીને સલમાન તરફ આવ્યા અને બન્ને ગળે મળ્યા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન બાબા સિદ્દીકી પણ હાજર રહ્યા.

અલ્લાહની મરજીથી બન્ને એકબીજાને ગળે મળ્યા
આ અંગે બાબા સિદ્દીકીએ કહ્યું કે ઇફ્તારના અવસરે અલ્લાહની મરજીથી બન્ને એકબીજાને ગળે મળ્યા. આ ખુશીની વાત છે. જ્યારે બાબા સિદ્દીકીને પૂછવામાં આવ્યું કે, તેમણે આ ઘટનાની પટકથા તો નહોતી લખીને , તેના જવાબમાં સિદ્દીકીએ કહ્યું કે એવું કંઇ નથી. હું તો નિમીત માત્ર છું.

શું કહ્યું શાહરૂખે
શાહરૂખ ખાને કહ્યું કે, જ્યારે તમે કોઇ પુસ્તકનું પેજ બદલો છો, ત્યારે એ પળ વિશ્વની એક શાનદાર અનૂભુતિ સમાન હોય છે. કારણ કે તમે જે પેજ પર હોવ છો તેના કરતા ઘણું બધુ અન્ય પેજમાં જોવા અને વાંચવા મળે છે.












Click it and Unblock the Notifications
