બૉમ્બે ટૉકીઝના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઉમટ્યું બૉલીવુડ
મુંબઈ, 27 એપ્રિલ : બૉમ્બે ટૉકીઝ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે બૉલીવુડની જાણીતી હસ્તીઓ ઉમટી પડી. શુક્રવારે સાંતાક્રૂઝ ખાતે આવેલ લાઇટ બૉક્સે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું.

કરણ જૌહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર તેમજ દિબાકર બૅનર્જી દિગ્દર્શિત બૉમ્બે ટૉકીઝના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે હાજર રહેલી જાણીતી હસ્તીઓમાં જાવેદ અખ્તર, અનુરાગ કશ્યપ, રણવીર સિંહ, રણદીપ હુડા, ગૌરી શિંદે, પુનીત મલ્હોત્રા, અભિષેક કપૂર, વરુણ ધવન, સોનમ કપૂર, સીતેશ સિધવાણી તથા કલ્કી કોચલીનનો સમાવેશ થાય છે.
ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે નિર્મિત આ ફિલ્મ ચારે દિગ્દર્શકોની ચાર લઘુ ફિલ્મોનું સમ્પુટ છે. ફિલ્મ આગામી 15મીથી શરૂ થતા કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરાશે.












Click it and Unblock the Notifications
