જેલમાં બંધ રિયા ચક્રવર્તીની જામીન અરજીને લઈ તેમના વકીલનું મોટું નિવેદન
જેલમાં બંધ રિયા ચક્રવર્તીની જામીન અરજીને લઈ તેમના વકીલનું મોટું નિવેદન
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. આ મામલે રિયા ચક્રવર્તી અને શૌવિકની અરજીને સેશન કોર્ટે ફગાવી દીધી છે. હાલ એક્ટ્રેસે જેલમાં જ રહેવું પડી રહ્યું છે. જો કે આ મામલે સતત કહેવાઈ રહ્યું હતું કે સોમવારે રિયાના વકીલ સતીશ માનેશિંદે દ્વારા નવી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે. પરંતુ આ મામલે સતીશ માનેશિંદેનું મોટું નિવેદન સામે આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રિયાના વકીલે કહ્યું કે અમને આદેશની કોપી મળી જાય પચી આગળ શું કરવું તે નિર્ણય લેશું. અમને કોઈ ઉતાવળ નથી. જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી એનસીબીની 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. હાલ એક્ટ્રેસ ભાયકુલા જેલમાં બંધ છે. જ્યારે રિયાનો ભાઈ શૌવિક અને અન્ય આરોપી પણ એનસીબીની ન્યાયિક કસ્ટડીમાં છે. આ તમામ આરોપીઓની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો પૂછપરછ કરી ડ્રગ્સ એન્ગલનો પતો લગાવી રહી છે.

ડ્રગ પેડલરની ધરપકડ
હાલમાં જ એનસીબીએ સતત કેટલાય દરોડા પાડ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાલમાં જ શૌવિકના મિત્ર સૂર્યદીપ મલ્હોત્રાના ઘરે દરોડા પાડવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યદીપનું રિયાથી કનેક્શન મળી શકે છે. જો કે આને લઈ કોઈ ઑફિશિયલ જાણકારી મળી નથી.

ટ્વિંકલ ખન્નાનો સાથ મળ્યો
ટ્વિંકલ ખન્નાએ હાલમાં જ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની કોલમમાં રિયા ચક્રવર્તીને લઈ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે રિયાનું સમર્થન કર્યું અને કહ્યું કે એક યુવા છોકરીને ભેદી નાખી. તેની જિંદગી સૂકવી નાખી અને રિયાને લઈ ફેક્ટ્સ વિનાની નન્યૂઝ પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો.

રિયાએ કેટલાય મોટા નામ લીધા
મીડિયા રિપોર્ટ્સમાં સતત રિયા દ્વારા બૉલીવુડના મોટા નામ લેવામાં આવ્યાં હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે બૉલીવુડના એવા મોટા નામ લીધા જે સૌને ચકિત કરી દેશે.

રિયાનું નિવેદન
ઈન્ટર્વ્યૂ બાદ નિવેદનમાં પણ રિયાએ આ વાતને રિપિટ કરી. રિયાની ધરપકડ પર રિયાના વકીલે પણ કહ્યું હતું કે એક ડ્રગ એડિક્ટને પ્રેમ કરવાની રિયાને સજા મળી રહી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
