Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સની લિયોનીએ સુશાંત સિંહ રાજપૂતને કહ્યું 'સોરી', બોલી- મને દુખ છે કે...

સની લિયોનીએ સુશાંત સિંહ રાજપૂતને કહ્યું 'સોરી', બોલી- મને દુખ છે કે...

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન પર શોક સંદેશ આવવાનો સિલસિલો થમવાનું નામ નથી લઇ રહ્યો. સુશાંત સિંહ રાજપૂતના દેહનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે અને ગળામાં પ્રેસર પડવાના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બૉલીવુડ, રાજનીતિ અને ખેલ જગતના લોકો તેમના નિધન પર દુખ વ્યકત કરી રહ્યા છે. હવે બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોનીએ પણ ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહ રાજપુતના નિધન પર શોક વ્યક્ત કરતા એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

સની લિયોનીએ કહ્યું બહુ દુખી છું

સની લિયોનીએ કહ્યું બહુ દુખી છું

આ પોસ્ટમાં સની લિયોનીએ લખ્યું કે, 'આજે આ સમાચાર સાંભળીને બહુ દુખી છું. બહુ દુખ હોવાના કારણે સમજી નથી શકતી કે શું લખું અને શું નહિ. આવું કેમ કર્યું એ સમજવાની હજી પણ કોશિશ કરી રહી છું.'

ખુશી મહેસૂસ કરવી મુશ્કેલ હોય

ખુશી મહેસૂસ કરવી મુશ્કેલ હોય

આગળ સનીએ પોસ્ટમાં લખ્યું કે, 'મેં ઘણાઓને બીજા લોકોને ડિપ્રેશન માટે એડવાઇસ આપતા જોયા છે અને પોઝિટિવ રહેવાની વાતો કરે છે. પરંતુ કેટલીયવાર સ્માઇલ આપવી બહુ મુશ્કેલ હોય છે, હંસવું અસંભવ હોય છે.. ખુશી મહેસૂસ કરવી મુશ્કેલ હોય છે... સારી ચીજો શોધવી બહુ મુશ્કેલ હોય છે.'

ભગવાન તમારા પરિવારને શાંતિ અર્પે

ભગવાન તમારા પરિવારને શાંતિ અર્પે

સનીએ કહ્યું કે આપણે બધા આવા પ્રકારની ભાવનાઓથી પસાર થતા હોઇએ છીએ, કેટલાક આગળ વધી જાય છે જ્યારે અમુક લોકો એવું નથી કરી શકતા. તેવામાં એવા લોકોને 'સ્ટે પોઝિટિવ' કહેવું બહુ અસંવેદનશીલ હશે. મને દુખ છે સુશાંત સિંહ રાજપૂત કે આ દુનિયામાં તમારી પાસે છેલ્લો તમારી જિંદગી ખતમ કરવાનો જ બચ્યો હતો. પરંતુ મને લાગે છે કે તમે તમારી ખુશી હાંસલ કરી જ લેશો પરંતુ જેમને તમે પાછડ છોડીને ચાલ્યા ગયા છો તેઓ તમારા જવાથી હંમેશા દુખી જ રહેશે, તમારા પરિવાર અને મિત્રો પ્રતયે મારી સંવેદના. ભગવાન તમારા પરિવારને તાકાત દે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X