• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષક દિવસ : જુઓ ટીચર્સ-સ્ટુડન્ટ આધારિત Top 10 ફિલ્મો!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 સપ્ટેમ્બર : શિક્ષક સખત પણ હોઈ શકે અને નરમ પણ. તેઓ લોકોના હૃદયને સ્પર્શી પણ શકે છે, તો પોતાના કઠોર વચનોથી દુભાવી શકે છે. બૉલીવુડ વર્ષોથી શિક્ષકોના મહત્વને દર્શાવતુ રહ્યું છે. બૉલીવુડ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન અને નસીરુદ્દીન શાહ જેવા અભિનેતાઓએ શિક્ષકની મહત્વની ભૂમિકા ભજવી છે.

આવતીકાલે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ છે. તે ઉપલક્ષ્યમાં અમે આજે આપને બૉલીવુડની કેટલીક એવી ફિલ્મોનો પરિચય કરાવીશું કે જે શિક્ષક-વિદ્યાર્થી સંબંધ આધારિત હોય. સો વર્ષોના સિનેમાની સફરમાં એમ તો ઘણી-બધી ફિલ્મો શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંબંધ પર આધારિત આવી છે, પરંતુ તાજેતરના વર્ષોમાં આવેલી કેટલીક મહત્વની ફિલ્મોમાં આપણે મોહબ્બતેં કે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર જેવી ફિલ્મોના નામ ગણાવી શકીએ. આ ફિલ્મોમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે લાગણી, ક્લેષ તથા પ્રેમપૂર્ણ સંબંધો દર્શાવાય હતાં.

આવો જોઇએ શિક્ષક-વિદ્યાર્થી સંબંધ આધારિત ટૉપ ટેન ફિલ્મો :

3 ઈડિયટ્સ

3 ઈડિયટ્સ

2009માં આવેલી આ ફિલ્મમાં એક સખત કૉલેજ પ્રોફેસર વીરૂ સહસ્ત્રબુદ્ધે દર્શાવાયાં છે કે જેમના માટે પુસ્તકિયું જ્ઞાન તથા શ્રેણી જ સૌથી વધુ મહત્વનું છે, પરંતુ એક વિદ્યાર્થી તરીકે આમિર ખાન સાબિત કરે છે કે જીવન પાઠ્યપુસ્તકોથી પણ પર છે.

આરક્ષણ

આરક્ષણ

2011માં આવેલી આ ફિલ્મ શિક્ષક તથા વિદ્યાર્થી વચ્ચે સંબંધોને દર્શાવતી તથા અનામતના મુદ્દા પર આધારિત છે. અમિતાભે કૉલેજ પ્રોફેસર પ્રભાકર આનંદની ભૂમિકા ભજવી છે કે જે પછીથી સામાજિક કાર્યકર બની જાય છે.

બ્લૅક

બ્લૅક

2005માં આવેલી આ ફિલ્મ એક લાગણીશીલ શિક્ષકની વાર્તા છે કે જે આંધળી-મૂંગી-બહેરી છોકરીની મદદ કરે છે. શિક્ષકની ભૂમિકા અમિતાભ અને વિદ્યાર્થીનીની ભૂમિકા રાણી મુખર્જીએ ભજવી છે. શિક્ષક-વિદ્યાર્થીની ક્યાં સુધી પોતાની લાગણીઓને શૅર કરે છે, તે જ આ ફિલ્મમાં લાગણીશીલ રીતે દર્શાવાયું છે.

મૈં હૂં ના

મૈં હૂં ના

2004માં આવેલી આ ફિલ્મમાં શિક્ષિકા માત્ર ભણાવતી જ નથી, પણ ફૅશનના નુસ્ખા પણ આપે છે. શિફૉનની સાડી તેમજ ડિઝાઇનર ચોળી પહેરી સુષ્મિતા સેનના પાત્રે દર્શાવ્યું છે કે લોકો શિક્ષિકાઓને કઈ રીતે જુએ છે તેમજ શિક્ષિકાને પોતાના વિદ્યાર્થી શાહરુખ સાથે પ્રેમ થઈ જાય છે. બોમન ઈરાની તથા બિંદૂએ તેમાં મજાક કરતાં શિક્ષકોની ભૂમિકા ભજવી છે.

મોહબ્બતેં

મોહબ્બતેં

2000માં આવેલી મોહબ્બતેં ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચને સખત પ્રિંસિપાલ નારાયણ શંકરની ભૂમિકા ભજવી છે. શાહરુખ ખાને એક યુવા સંગીત શિક્ષકની ભૂમિકા ભજવી છે કે જે પોતાની નવી વિચારસરણી દ્વારા પરિવર્તનનો પવન લઈને આવે છે.

પાઠશાલા

પાઠશાલા

2009માં આવેલી આ ફિલ્મ ભલે બૉક્સ ઑફિસે ન ચાલી હોય, પણ તેમાં શિક્ષાનું વ્યાવસાયીકરણ થતું દર્શાવાયું છે. સંગીત શિક્ષક રાહુલની ભૂમિકા શાહિદ કપૂરે કરી છે. તેમાં દર્શાવાયું છે કે કઈ રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓ મળી સ્કૂલ વહિવટ વિરુદ્ધ ઊભા થઈ શકે છે.

રૉકફોર્ડ

રૉકફોર્ડ

1999માં આવેલી દિગ્દર્શક નાગેશ કુકનુરની રૉકફોર્ડ ફિલ્મ એક કિશોરની વાર્તા છે કે જે એક નિવાસી શાળામાં સેકડો વિદ્યાર્થીઓ વચ્ચે પોતાને હારેલો અનુભવે છે. તેની મૈત્રી એક શિક્ષક સાથે થાય છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે શિક્ષક અને શિષ્યના સંબંધોથી શિષ્યને કેટલું પ્રોત્સાહન મળે છે.

સર

સર

1993માં આવેલી સર ફિલ્મમાં નસીરુદ્દીન શાહે જિંદાદિલ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. તેમાં તેઓ પોતાના વિદ્યાર્થીઓ પૂજા ભટ્ટ તથા અતુલ અગ્નિહોત્રીની ખરાબ સમયમાં એક દોસ્તની જેમ મદદ કરે છે.

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર

2012માં આવેલી આ ફિલ્મમાં દર્શાવાયું છે કે વિદ્યાર્થીઓ પણ શિક્ષકને શિખવી શકે છે. તેમાં કૉલેજની વાર્ષિક સ્પર્ધાના કારણે વિદ્યાર્થીઓની મૈત્રી તુટી જાય છે. અંતે એક વિદ્યાર્થી પ્રોફેસર ઋષિ કપૂરને બતાવે છે કે સ્પર્ધાનો વિષય જ ઘાતક હતો. ત્યારે પ્રોફેસરનો પોતાની ભૂલનો અહેસાસ થાય છે.

તારે ઝમીં પર

તારે ઝમીં પર

2007માં આવેલી આ ફિલ્મ ડિસલેક્સિયા ગ્રસ્ત એક બાળકની વાર્તા છે. શિક્ષક બનેલા આમિર ખાને દર્શાવ્યું છે કે આવા બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઇએ.

ટીચર-સ્ટુડન્ટ રોમાંસ જોવા નીચેની લિંક ક્લિક કરો

ટીચર-સ્ટુડન્ટ રોમાંસ જોવા નીચેની લિંક ક્લિક કરો

શિક્ષક દિવસ : જુઓ ફિલ્મી પડદે ટીચર-સ્ટુડન્ટનો Romance

English summary
Teachers can be strict, they can be fun, and they can touch people's lives in many ways. Over the years, Bollywood films have captured such emotions in all their glory, with actors like Amitabh Bachchan, Shah Rukh Khan and Naseeruddin Shah immortalising the varied avatars of teachers on big screen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X