સુચિત્રાની હાલતમાં સામાન્ય સુધારો, મમતાએ મુલાકાત લીધી

Posted By:
Subscribe to Oneindia News

કોલકાતા, 6 જાન્યુઆરી : વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી સુચિત્રા સેનની હાલતમાં અગાઉ કરતા સામાન્ય સુધારો થયો છે, પણ હજી તેઓ ખતરામાંથી બહાર નથી. આ માહિતી સોમવારે હૉસ્પિટલ તરફતી એક નિવેદનમાં આપવામાં આવી.

suchitra-sen
દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જી પણ રવિવારે સુચિત્રાને જોવા હૉસ્પિટલે પહોંચ્યાં. સુચિત્રા સેનને ગત 3જી જાન્યુઆરીએ વેંટીલેટર પર રાખવામાં આવ્યા હતાં. તાજી રિપોર્ટ મુજબ તેમની વારંવાર વધતી-ઘટતી ઑક્સીજન સંતૃપ્તતા હવે એક યોગ્ય કક્ષાએ છે. તેમની હાલત કંઇક હદે સ્થિર છે. નિવેદનમાં જણાવાયું છે - તેમને વચ્ચે-વચ્ચે નૉન ઇનવૅસિવ વેંટીલેશન અને છાતીની ભૌતિક ચિકિત્સાની જરૂર છે. તેમની હૃદય ગતિ તથા બીપી સંતોષજનક છે.

તબીબોના જણાવ્યા મુજબ - સુચિત્રા સેન ઉપર રવિવારે નૉન ઇનવૅસિવ વેંટીલેશનની આંશિક અસર થતી હતી. તેઓ સ્થિર હતાં. જોકે હજી તેઓ ખતરા હેઠળ જ છે. 83 વર્ષીય સુચિત્રા સેન 23મી ડિસેમ્બરથી ફેફસાના ઇન્ફેક્શનના કારણે સારવાર હેઠળ છે. તેમને 28મી ડિસેમ્બરની રાત્રે હાલત બગડતા સીસીયૂમાં શિફ્ટ કરાયા હતાં.

સુચિત્રા સેનને દીપ જ્વલે જાઇ તથા ઉત્તર ફાલ્ગુની જેવી બંગાળી ફિલ્મોમાં તેમના અભિનય માટે ઓળખવામાં આવે છે. તેઓ હિન્દી ફિલ્મો આંધી, દેવદાસ, બંબઈ કા બાબૂ તથા મમતામાં પણ કામ કરી ચુક્યાં છે. તેમણે 1963માં મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં સાત પાકે બાંધા ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું પુરસ્કાર જીત્યુહતું. સુચિત્રા સેન અભિનેત્રી મુનમુન સેનના માતા છે. સુચિત્રાએ 1978માં અભિનયમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેઓ બહુ ઓછા લોકોને મળે છે કે જેમાં તેમના પુત્રી મુનમુન તથા દોહિત્રીઓ રાયમા તેમજ રિયા સેનનો સમાવેશ થાય છે.

English summary
The condition of iconic Bengali actress Suchitra Sen, who was put on non-invasive ventilator support after her condition deteriorated, has slightly stabilised but she is not yet out of danger, a medical bulletin said Monday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.