સુહાના ખાને ન્યૂયોર્કમાં દોસ્તો સાથે કરી પાર્ટી, જન્મદિવસની તસવીરો અને વીડિયો જુઓ

સુહાના ખાને ન્યૂયોર્કમાં દોસ્તો સાથે કરી પાર્ટી, જન્મદિવસની તસવીરો અને વીડિયો જુઓ

શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન 23 મેના રોજ 21 વર્ષની થઈ ગઈ છે અને તેણે પોતાના દોસ્તો સાથે ન્યૂયોર્કમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. સુહાનાના મિત્રોએ આ પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી જે વાયરલ થઈ રહી છે.

સુહાનાના એક ફેન ક્લબે આ તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરોમાં સુહાના ખાન પાર્ટીમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે.

સુહાનાનો જન્મદિવસ

સુહાનાનો જન્મદિવસ

જ્યાં સુહાનાએ કેક કાપવા માટે અલગ ડ્રેસ પસંદ કર્યો છે જ્યારે પાર્ટી માટે એક બ્લેક ડ્રેસ પસંદ કરી છે જેમાં તે બહુ ગ્લેમરસ જોવા મળી રહી છે. બૉલીવુડમાં જલદી જ તેમનું ડેબ્યૂ થશે તેવા અહેવાલ વહી રહ્યા છે.

દોસ્તો સાથે કેક કાપી

દોસ્તો સાથે કેક કાપી

સુહાના ખાને દોસ્ત સાથે કેક કાપી પોતાનો જન્મદિવસ મનાવ્યો. સુહાના પોતાની આ ડ્રેસમાં બહુ સુંદર લાગી રહી હતી.

રાતની પાર્ટી

રાતની પાર્ટી

રાતની પાર્ટીમાં સુહાનાએ આ બ્લેક ડ્રેસમાં કહેર મચાવ્યો છે. જેટલી સુંદર તે લાગી રહી છે, આ પાર્ટીમાં કોઈની પણ નજર તેના પરથી હટી નહિ.

વીડિયો પણ વાયરલ

વીડિયો પણ વાયરલ

હવે પાર્ટી હોય અને દોસ્તો સાથે સેલ્ફી અને વીડિયો ના હોય તેવું થોડું બની શકે.

ફુગ્ગાથી રૂમ સજાવ્યો

ફુગ્ગાથી રૂમ સજાવ્યો

સુહાનાના દોસ્તોએ ફુગ્ગાથી પોતાનો રૂમ સજાવ્યો હતો. સુહાના એક વીડિયોમાં આ ફુગ્ગાઓ સાથે રમતી જોવા મળી હતી.

ટીકાનો સામનો

ટીકાનો સામનો

ઉલ્લેખનીય છે કે સુહાના ખાન જ્યારથી લાઈમલાઈટમાં આવી છે ત્યારથી તેણે શાહરૂખ ખાનની દીકરી હોવાની કિંમત ચૂકવવી પડી છે. ક્યારેક તે બિકીની પહેરવા માટે તો ક્યારેક ટૂકાં કપડાં પહેરવા માટે ટ્રોલ થાય છે.

બાળકીએ પણ બધું સાંભળવું પડતું

બાળકીએ પણ બધું સાંભળવું પડતું

આ સુહાના ખાનની પહેલી તસવીર હતી. જ્યાં તે મસ્તીમાં અબરામ સાથે મોઢું છૂપાવતી જોવા મળી રહી હતી જ્યારે સૌકોઈએ આ તસવીરને એક સેક્સી તસવીરના રૂપમાં રજૂ કરી હતી. શાહરૂખ ખાને તેના પર ઘણી નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ પણ મીડિયાને એક બાળકીને સેક્સી કહેવા પર ઘણી આલોચના કરી હતી.

પૂલની તસવીરોમાં પણ સંભળાવી દીધું

પૂલની તસવીરોમાં પણ સંભળાવી દીધું

સુહાના ખાન શાહરુખની દીકરી હોવાથી લોકો તેના વિશે કોમેન્ટ કરવી પોતાનો હક સમજે છે. લોકો તેને સલાહ આપવાનું પણ નથી છોડતા. સુહાના ખાન પોતાના આ પૂલની તસવીર વાળા ફોટો માટે પણ ઘણી ખરી ખોટી સંભળાવી હતી.

બબાલ તો થવાની જ હતી

બબાલ તો થવાની જ હતી

હવે જરા વિચારો જ્યારે માત્ર પૂલની તસવીરમાં ફેન્સે ખરી ખોટી સંભળાવી હોય તો સુહાના બિકીની પહેરે તેમાં બબાલ કેમ ના મચે. લોકોએ તેને યાદ અપાવ્યું કે તે એક મુસલમાન છે અને આવા પ્રકારની હરકતો તેને શોભા નથી આપતી તેવી સલાહ આપવા લાગ્યા.

નેપોટિઝ્મ દાગ લાગ્યો હતો

નેપોટિઝ્મ દાગ લાગ્યો હતો

સુહાના ખાને વોગના મેગેઝીુન કવર પર પોતાનું ડેબ્યૂ કર્યું જે બાદ તેણે હરેક જગ્યાએથી ખરી ખોટી સાંભળવી પડી હતી. બધાએ સવાલ કર્યો હતો કે શાહરુખ ખાનની દીકરી હોવા ઉપરાંત તેમણે એવું શું કામ કર્યું કે તે વૉગના કવર પર હોવાનું ડિઝર્વ કરે છે.

જલદી જ ડેબ્યૂની તૈયારી

જલદી જ ડેબ્યૂની તૈયારી

સુહાનાને એક સમયે લોકો મુસ્લિમ હોવાના નાતે ઢંગના કપડાં પહેરવાની સલાહ આપતા હતા તો ક્યારેક નેપોટિઝ્મનો દાગ લાગતો હતો. પરંતુ હવે સુહાના આ બધી વાતો પર ધ્યાન નથી આપતી. અહેવાલ એવા છે કે તે પોતાના ડેબ્યૂની તૈયારી કરી રહી છે અને જલદી જ પોતાની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે અને સનાયા કપૂરની જેમ પડદા પર જોવા મળશે.

જુઓ વીડિયો

જણાવી દઈએ કે સુહાનાનો જન્મ 22 મે 2000ના રોજ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. શાહરુખ ખાનના ત્રણ બાળકોમાંથી સુહાના ખાન સૌથી શાંત સ્વભાવની માનવામાં આવે છે. જ્યાં તે ખુદને પોતાની મમ્મીનો પડછાયો માને છે જ્યારે લોકો સુહાનાને શાહરુખની કાર્બન કોપી માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X