Happy Birthday Suhana Khan : સુહાના ખાન એમ જ નથી ભવિષ્યની સુપર સ્ટાર, આ વાતો જાણીને તમે પણ માની લેશો
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન પોતાનો 23મોં જન્મ દિવસ ઉજવી રહી છે. સુહાના ખાનની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. ફેન્સ તેને ભવિષ્યની સુપર સ્ટાર ગણાવી રહ્યા છે. કેટલીક એવી વાતો છે જે દર્શાવે છે કે સુહાના ભવિષ્યમાં મોટી સ્ટાર બનવા જઈ રહી છે.
સુહાના ખાન તેના બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે. તે આવનારી ફિલ્મ ધ આર્ચીઝમાં ઘણા સ્ટાર કિડ્સ સાથે જોવા મળશે. સુહાના હજુ બોલિવૂડમાં આવી પણ નથી અને તેને સુપર સ્ટાર માનવા લાગ્યા છે.

સુહાના એક ક્લાસ ફેમિલીમાંથી આવે છે. તે નાનપણથી જ ફિલ્મી લોકો વચ્ચે મોટી થઈ છે. તે સારી રીતે જાણે છે કે ફિલ્મી દુનિયામાં કેવી રીતે કામ થાય છે. આ તમામ બાબતો તેને આગળ જતા મોટી મદદ કરશે.
સુહાના સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે તેના લેટેસ્ટ લુક અને વીડિયોથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે. સુહાનાના ડેબ્યૂ પહેલા જ 3.8 મિલિયન ફોલોઅર્સ છે. સુહાના અનોખા અંદાજમાં ટ્રોલ્સને જવાબ આપવા માટે પણ જાણીતી છે.
બોલિવૂડમાં આવતા પહેલા સુહાનાએ પોતાને એક અભિનેત્રી તરીકે સાબિત કરી છે. યુએસમાં સ્ટડી દરમિયાન સુહાનાએ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ નામની શોર્ટ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. આ ફિલ્મ તેની કોલેજ માટે શૂટ કરવામાં આવી હતી.
સુહાનાએ તેના ઉત્તમ અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેણે પોતાના અલગ-અલગ એક્સપ્રેશન બતાવ્યા હતા. આ ફિલ્મની કેટલીક ક્લિપ્સ સોશિયલ મીડિયા પર સામે આવી હતી.
સુહાના ખાન ફિલ્મ પહેલા જ પ્રથમ મેકઅપ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી છવાઈ ગઈ છે. તેના આત્મવિશ્વાસ અને સ્પીચે લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. શાહરૂખે પણ સુહાનાના પ્રથમ લુકના વખાણ કર્યા હતા.












Click it and Unblock the Notifications
