માત્ર 21 વર્ષે અધધ આટલા કરોડની માલકિન છે સુહાના ખાન, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે
કિંગ ખાનની લાડલી અને બોલિવૂડની ઉભરતી અભિનેત્રી સુહાના ખાનની બોલિવૂડમાં ખુબ ચર્ચા છે. પોતાની ડેબ્યૂ ફિલ્મની રાહ જોઈ રહેલી સુહાના ખાનની ખૂબસૂરતીના લાખો દિવાના છે. સુહાનાએ નાની ઉમરમાં મોટુ નામ કર્યુ છે.
સુહાના ખાન બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે. સુહાના સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે. સુહાનાની મોટી ફેન ફોલોઈંગ છે. જો કે મોટા ભાગના લોકો એ નથી જાણતા કે સુહાના ખાન નાની ઉમરમાં જ કરોડોની માલકિન છે.

સુહાના ખાન માત્ર 21 વર્ષની છે અને પોપ્યુલારિટીમાં આટલી નાની ઉંમરમાં બોલિવૂડની મોટી હસીનાઓને ટક્કર મારે છે. માત્ર પોપ્યુલારિટી જ નહીં ફેન ફોલોઈંગ અને નેટવર્થમાં પણ સુહાના કોઈથી કમ નથી.

સુહાના ખાન બોલિવૂડના સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. સુહાના ખાન બોલિવૂડ ડેબ્યૂ કર્યા પહેલા જ કરોડપતિ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, સુહાના ખાન ન્યૂયોર્કમાં રહે છે અને અભ્યાસ કરે છે. સુહાના ખાનનો ન્યૂયોર્કમાં પોતાનો એક બંગલો છે અને તેની કિંમત 35 કરોડ રૂપિયા આસપાસ છે.
મીડિયા રિપોર્ટ અનુસરા, સુહાનાનું ઘર તમામ સુવિધાઓથી સજ્જ છે અને ઘરમાં ઘણા નોકર છે. આ સિવાય સુહાના પાસે અનેક લક્ઝરી કાર કલેક્શન પણ છે. સુહાના ખાન પાસે રેન્જ રોવર અને લેમ્બોર્ગિની જેવી કરોડોની કાર છે.
અહીં તમને જણાવી દઈએ કે, સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ફિલ્મોમાં એન્ટ્રી કરશે. આ સિવાય સુહાના હાલમાં જ ન્યૂયોર્કની બ્યુટી બ્રાન્ડ મેબેલિનની નવી બ્રાન્ડ એમ્બેસેડર બની છે.












Click it and Unblock the Notifications
