સુહાના ખાને તેના રૂમર્ડ બોયફ્રેન્ડ પર પ્રેમ વરસાવ્યો, ફોટો વાયરલ
શાહરૂખ ખાનની લાડલી દિકરી સુહાના ખાન તેની ખુબસૂરતી અને લવ લાઈફને લઈને સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે.
હવે સુહાના ફરીથી એક વખત તેની લવ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં જ તેને સોશિયલ મીડિયા પર તેના રૂમર્ડ બોયફ્રેન્ડને બર્થ ડે પર વિશ કરતા ફરીથી ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

છેલ્લા ઘણા સમયથી સુહાના ખાન તેના અમિતાભ બચ્ચનના ભાણેજ અગસ્ત્ય નંદાને ડેટ કરી રહી હોવાના અહેવાલ છે. હવે તેણે કઈંક એવુ કર્યુ છે કે આ ચર્ચા ફરીથી તેજ થઈ છે.
અગસ્ત્ય નંદા 24 વર્ષનો થઈ ગયો છે. આ દરમિયાન સુહાના ખાને તેના બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદાને અલગ રીતે શુભેચ્છા પાઠવી. હવે બંનેની ક્યૂટ તસવીર વાયરલ થઈ રહી છે.
આ ફોટોમાં સુહાના ખાન અગસ્ત્ય નંદાના કાન ખેંચતી જોવા મળે છે. આ દરમિયાન હેપ્પી બર્થ ડે લખીને એક ફની ઇમોજી પણ શેર કરી છે. આ પહેલાના જન્મદિવસ પર પણ સુહાના ખાને તેની સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં બંને પહાડોની વચ્ચે હતા.
અહેવાલો અનુસાર, બન્ને ધ આર્ચીઝ શૂટિંગથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે, આને લઈને કપલ દ્વારા અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બંને ઘણીવાર પાર્ટીઓમાં અથવા તો ડેટ નાઈટ પર સાથે જોવા મળ્યા છે.
સુહાના ખાનની આ તસવીર સોશિયલ મીડિયા પર ફરીથી શેર કરવામાં આવી રહી છે. તે કહે છે કે જો બંને પરિવારો વચ્ચે સારા સંબંધો હોય, તો બે બાળકો વચ્ચેના સંબંધોને મજબૂત રીતે સમજવું જોઈએ.












Click it and Unblock the Notifications
