Suhana Khan Hot Look : શાહરૂખ ખાનની બર્થ ડે પાર્ટીમાં છવાઈ લાડલી સુહાના ખાન, જુઓ ફોટો
Suhana Khan Hot Look : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને હાલમાં જ તેનો જન્મ દિવસ ઉજવ્યો. શાહરૂખ ખાનની બર્થ ડે પાર્ટીમાં તેની લાડલી દિકરી સુહાના ખાનનો બોલ્ડ અવતાર જોવા મળ્યો.
હાલમાં જ સુહાના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે. આ ફોટોમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ તસવીરોમાં હાના ખાન સ્કિન કલરની નેટ સાડીમાં પોતાની સુંદરતા બતાવતી જોવા મળી રહી છે. ફોટોમાં સુહાનાએ ખુલ્લા વાળ, કાનમાં બુટ્ટી, કપાળ પર બિંદી, ગ્લોસી મેકઅપ અને બ્લેક આંખો સાથે પોતાનો સુંદર દેખાવ પૂર્ણ કર્યો હતો.
અભિનેત્રી દરેક તસવીરમાં કેમેરા માટે અલગ-અલગ પોઝ આપી રહી છે અને સાડીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી. ફેન્સ સાથે આ ફોટો શેર કરતા સુહાનાએ કેપ્શનમાં રાણીના તાજ સાથે એક ઇમોજી શેર કર્યુ છે. હવે તેના આ ફોટો આગની જેમ વાયરલ થઈ રહ્યાં છે.
ચાહકોને સુહાનાનો આ લુક એટલો પસંદ આવી રહ્યો છે કે થોડા જ કલાકોમાં તેને લાખો લાઈક્સ મળી ગઈ છે. જણાવી દઈએ કે સુહાના ખાને તેના પિતા શાહરૂખ ખાનની બર્થડે પાર્ટીમાં આ લુક કેરી કર્યો હતો. અહીં તે તેના પિતા સાથે કેક કાપતી જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
