Sunny Deol Birthday: કરોડોની સંપત્તિના માલિક છે સની દેઓલ, મોંઘી અને લક્ઝરી ગાડીઓના શોખીન

બૉલિવુડ અભિનેતા સની દેઓલ આજે એટલે કે 19 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. આજે અમે તમને જણાવીએ સની દેઓલ પાસે કુલ કેટલી સંપત્તિ છે.

બૉલિવુડ અભિનેતા સની દેઓલ આજે એટલે કે 19 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેઓ 64 વર્ષના થઈ ગયા છે. એક્શન હીરોની ઈમેજ ધરાવતા સની દેઓલે હિંદી સિનેમાને બેતાબ, ગદર એક પ્રેમ કથા, ઈંડિયન, ઘાયલ, ઘાતક, બૉર્ડર જેવી સુપરહીટ ફિલ્મો આપી છે. જો કે, અમુક સમય પછી તેમની ફિલ્મો સતત ફ્લૉપ થવા લાગી ત્યારબાદ તેમણે રાજનીતિમાં પોતાનુ નસીબ અજમાવ્યુ. આવો, આજે અમે તમને જણાવીએ સની દેઓલ પાસે કુલ કેટલી સંપત્તિ છે.

સની દેઓલની કુલ સંપત્તિ

સની દેઓલની કુલ સંપત્તિ

રિપોર્ટ મુજબ સની દેઓલની પાસે કરોડોની સંપત્તિ છે. જો એક મહિનાની વાત કરીએ તો સની દેઓલ એક મહિનામાં 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. એટલે કે વાર્ષિક કમાણી 12 કરોડની આસપાસ હશે. સની દેઓલે વર્ષ 2019માં પોતાની એફિડેવિટમાં જણાવ્યુ હતુ કે તે લગભગ 87.18 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

એક ફિલ્મ માટે કેટલી ફી વસૂલે છે સની દેઓલ

એક ફિલ્મ માટે કેટલી ફી વસૂલે છે સની દેઓલ

અમુક મીડિયા રિપોર્ટ્સ મુજબ સની દેઓલની કુલ સંપત્તિ 133 કરોડ છે. આ સિવાય તે એક ફિલ્મ માટે 5 કરોડ ફી લે છે. વળી, તેઓ ફિલ્મ દ્વારા થયેલા નફા માટે પણ પૈસા વસૂલે છે. આ સિવાય સની દેઓલ ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે અને એક એન્ડોર્સમેન્ટ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

સની દેઓલનુ કાર કલેક્શન

સની દેઓલનુ કાર કલેક્શન

સની દેઓલ ખૂબ જ લક્ઝરી લાઈફ જીવવાનુ પસંદ કરે છે. તેની પાસે ઘણી મોંઘી કાર છે. તેના લક્ઝરી કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે રેન્જ રોવર, ઑડી A8 જેવી ઘણી કાર છે. આ સિવાય સની દેઓલ પાસે પણ ઘણી સંપત્તિ છે.

સની દેઓલની સંપત્તિ

સની દેઓલની સંપત્તિ

સની દેઓલનુ મુંબઈના વિલે પાર્લેમાં આલીશાન ઘર છે. જેની કુલ કિંમત 6 કરોડની આસપાસ છે. આ સિવાય સની દેઓલ પાસે દેશમાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે. સની દેઓલની દેશના અન્ય શહેરોમાં પણ કરોડોની સંપત્તિ છે. એકંદરે સની દેઓલ ખૂબ જ વૈભવી જીવન જીવે છે.

સની દેઓલનુ વર્કફ્રંટ

સની દેઓલનુ વર્કફ્રંટ

સની દેઓલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેણે ચૂપ ફિલ્મથી મોટા પડદા પર કમબેક કર્યુ હતુ. આ ફિલ્મ 23 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સની દેઓલની દમદાર એક્ટિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી અને ફિલ્મે બૉક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X