Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘાયલ રિટર્ન્સ સાથે સન્ની દેઓલ ઇઝ બૅક, વેરી સૂન!

મુંબઈ, 30 નવેમ્બર : આજકાલ સિક્વલ્સનો દોર ચાલે છે, પણ દેસમાંથી બે જ ફિલ્મો એવી હોય છે કે જે સફળ થાય છે. તેથી લોકોને સિક્વલ બનાવતા બીક લાગે છે, પરંતુ બૉલીવુડના સિંહ સાહબ ધ ગ્રેટ એટલે કે સન્ની દેઓલે હિમ્મત કરી ઘાયલ રિટર્ન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મ દ્વારા સન્ની દેઓલ દિગ્દર્શક તરીકે પણ કમબૅક કરશે.

sunny-deol
ઘાયલ રિટર્ન્સ 1990ની ફિલ્મ ઘાયલની સિક્વલ છે. તેનું શૂટિંગ ફેબ્રુઆરી-2014માં શરૂ થશે. અગાઉ એવા સમાચાર હતાં કે તેનું દિગ્દર્શન રાહુલ રવૈલ કરશે, પણ હવે સન્ની દેઓલ કહે છે - ઘાયલ રિટર્ન્સ હું પોતે કરીશે અને તેમાં જૂની વાર્તાને દોહરાવાશે નહીં, પણ અમિત મહેરાના પાત્રને આગળ વધારાશે.

અગાઉ સન્નીએ જણાવ્યુ હતું કે ઘાયલ રિલીઝ થયા બાદથી જ તેની સિક્વલ બનાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા હતાં. સન્ની દેઓલે 1999માં દિલ્લગી ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતે કે જેમાં તેમના ભાઈ બૉબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતાં. ઘાયલમાં સન્ની દેઓલ અને મિનાક્ષી શેષાદ્રી ઉપરાંત રાજ બબ્બર પણ હતાં. રાજકુમાર સંતોષી દિગ્દર્શિત આ ફિલ્મ આજે પણ લોકો રસપૂર્વર જુએ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X