મેલ એક્ટર્સ બૉડી શેવ કરાવીને પોતાને 'સ્ટાર' માને છે, મને તો છોકરી બનવા જેવુ લાગે છેઃ સની દેઓલ
Sunny Deol: બૉલિવુડ એક્ટર સની દેઓલ 22 વર્ષ પછી ફરી તારા સિંહના રૂપમાં મોટા પડદા પર ધમાલ મચાવશે. તેની આગામી ફિલ્મ ગદર 2નું જોરશોરથી પ્રમોશન ચાલી છે. આ દરમિયાન, તેમનો એક ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં સનીએ પુરૂષ કલાકારોના બૉડી શેવ પર મોટું નિવેદન આપ્યું છે.
હાલમાં જ સની દેઓલે આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. આ દરમિયાન અભિનેતાએ પુરૂષ કલાકારોના બૉડી શેવ પર ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

અભિનેતાએ કહ્યું, "બૉડી શેવ કરીને એ કલાકારોને લાગે છે કે તેઓ 'સ્ટાર' બની ગયા છે. પરંતુ મને આમ કરવામાં ખૂબ જ શરમ આવે છે, જ્યારે આપણે બૉડી શેવ કરીએ ત્યારે લાગે છે કે છોકરી બની ગયા છે."
આ વિશે વાત કરતાં સની દેઓલે વધુમાં કહ્યું કે, "મેં આખી જિંદગીમાં ક્યારેય સિક્સ-પેક એબ્સ બનાવવાનું વિચાર્યું નથી. કારણ કે મને લાગે છે કે આપણે અભિનેતા છીએ, કોઈ બૉડી બિલ્ડર નથી કે આપણે આ કરવું જોઈએ. આપણે બધા અભિનેતા બૉલિવુડ ઇન્ડસ્ટ્રીમાં માત્ર અભિનય માટે આવ્યા છીએ, બૉડી બિલ્ડીંગ માટે નહીં."
તમને જણાવી દઈએ કે વર્ષ 2001માં આવેલી સની દેઓલની ફિલ્મ ગદર બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. હવે 22 વર્ષ પછી અભિનેતા આ ફિલ્મના બીજા ભાગમાં ફરીથી તારા સિંહના પાત્રમાં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. ફિલ્મમાં અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને લવ સિન્હા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
